સુરતમાં બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખ ચોરી કરીને રફ્ફુચક્કર થયેલા ચોરો એવી જગ્યાએથી પકડાયા કે…

સુરત(Surat): શહેરના ન્યુ સિટીલાઇટ રોડ(New Citylight Road) પર સેન્ટ થોમસ સ્કુલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી 30 મિનિટમાં 90 લાખની રોકડની ચોરી(90 lakh cash theft)…

સુરત(Surat): શહેરના ન્યુ સિટીલાઇટ રોડ(New Citylight Road) પર સેન્ટ થોમસ સ્કુલની બાજુમાં બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી 30 મિનિટમાં 90 લાખની રોકડની ચોરી(90 lakh cash theft) થઈ હતી. 10 દિવસ પહેલા થયેલી ચોરીમાં ક્રાઇમબ્રાંચે(Crime Branch) મધ્ય પ્રદેશ(Madhya Pradesh)થી 2 ચોરોને પકડી પાડ્યા છે. જેની પાસેથી 90 લાખથી વધુની રકમ કબજે કરવામાં આવી છે.

ચોરો પૈકી એક બિલ્ડરની ઓફિસમાં કારપેન્ટર તરીકે કામ કરી રહ્યો હતો. હાલ ક્રાઇમબ્રાંચ દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. ચોરી બાબતે બુધવારે એટલે કે આજ રોજ પોલીસ અધિકારી પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી શકે તેમ છે.

આ સમગ્ર ઘટનાને અંજામ આપતા ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા. ચોરોએ બિલ્ડરની ઓફિસમાં પાછલા દરવાજાથી અંદર આવીને ટેબલના ડ્રોઅરમાંથી સેઇફ લોકરની ચાવી લઇ લીધી હતી અને ત્યાર્રબાદ ત્યાંથી 90 લાખ રૂપિયાની રોકડ લઈને ચોરો નાસી છુટ્યા હતા. ઓફિસ સ્ટાફે સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં રવિવારે રાત્રીના સમયે 90 લાખની રોકડ ચોરી થઈ હોવાની માહિતી સામે આવી હતી.

આ બાબતે બિલ્ડરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ક્રાઇમબ્રાંચે 10 દિવસમાં 2 ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે હવે આ ચોરીમાં નવો વળાંક આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *