ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી આજે થતી જોવા મળી, પોલીસે બે યુવતીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી

31મી ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ અને નવા વર્ષની શરૂઆતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સાથે જ કહેવાય છે કે આ દિવસે રાજ્યમાં પ્યાસીઓ…

31મી ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ અને નવા વર્ષની શરૂઆતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સાથે જ કહેવાય છે કે આ દિવસે રાજ્યમાં પ્યાસીઓ બેફામ બની દારૂની મહેફિલો માણે છે. જો કે આ દિવસોમાં પોલીસ તંત્ર પણ સજ્જ થઇને પ્યાસીઓની મજા બગાડવા સંપૂર્ણ તૈયાર છે.

31મી ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા ડ્રિક એન્ડ ડ્રાઈવ તેમજ દારૂ પીધેલાઓ લોકોને પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસની SHE ટીમે મોડીરાત્રે બોડકદેવ મહિલા ગાર્ડન પાસેથી બે યુવતીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી હતી. SHE ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બંને યુવતીઓને રોકીને તપાસ કરતા દારૂ પીધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી આજે વહેલી સવારે જામીન પર મૂક્ત કરી છે.

બંને યુવતીઓ લથડિયા ખાતી હાલતમાં મળી આવી હતી

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની SHE ટીમે 31 ડિસેમ્બરને લઈ રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી. બોડકદેવ મહાકાળી મંદિર પાસ આવેલા મહિલા ગાર્ડન બહાર દીપિકા જયકિરણ રાવત (ઉંમર-24, રહે- તિરૂપતિ સોસાયટી, ન્યૂ રાણીપ) અને આરતી દાંતણિયા (ઉંમર-21, રહે- સિંધુભવન રોડ, બોડકદેવ) શંકાસ્પદ હાલતમાં જણાઈ હતી. પોલીસે તેઓની તપાસ કરતા તેઓ લથડિયા ખાતી મળી આવી હતી. જેથી બંનેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

રોડ રોમિયોને પકડવા 52 ‘શી’ ટીમ અને મહિલા ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમ ફરતી રહેશે

ચાલુ વર્ષે 31 ડિસેમ્બરે રાતે અમદાવાદમાં 15 પાર્ટી પ્લોટ, 12 હોટેલ – રેસ્ટોરાં અને 4 ક્લબ મળીને કુલ 31 જગ્યાએ ડાન્સપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય મોટા ભાગના લોકો સીજી રોડ, એસજી હાઈવે, વસ્ત્રાપુર તળાવ, સિંધુ ભવન રોડ તેમજ કાંકરિયા જાય છે. આ તમામ જગ્યાઓને ધ્યાનમાં રાખીને 10 હજાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેડતી રોકવા તેમજ રોડ રોમિયોને પકડવા મહિલા પોલીસની 52 ‘શી’ ટીમ તેમજ મહિલા ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમો મળીને મહિલા પોલીસની 60 ટીમો તહેનાત રહેશે. પીધેલાઓને પકડવા ટ્રાફિક પોલીસના જવાનો 300 બ્રેથ એનેલાઈઝર સાથે તહેનાત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *