જ્યાં આજના યુવાનો સંસ્ક્રુતિ ભૂલી ન શીખવાનું શીખી રહ્યા છે, ત્યાં સુરતના આ આચર્ય વેકેશનમાં હજારો વિદ્યાર્થીઓને ભણાવશે ભગવદ્ ગીતાના પાઠ

સુરત(Surat): આજના યુગમાં શાળા (School)ઓમાં માત્ર ચોપડીયું જ્ઞાન(Knowledge) આપવામાં આવે છે. આવા સમયમાં સુરતના આ શિક્ષકે(Teacher) કરેલું કાર્ય દરેક શિક્ષકો માટે પ્રેરણાદાયી છે. જાણવા મળ્યું…

સુરત(Surat): આજના યુગમાં શાળા (School)ઓમાં માત્ર ચોપડીયું જ્ઞાન(Knowledge) આપવામાં આવે છે. આવા સમયમાં સુરતના આ શિક્ષકે(Teacher) કરેલું કાર્ય દરેક શિક્ષકો માટે પ્રેરણાદાયી છે. જાણવા મળ્યું છે કે, અત્યાર સધીમાં સુરતના આ શિક્ષકે હજારોની સંખ્યામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિશુલ્ક અભ્યાસ કરાવ્યો છે. જયારે હવે તેઓ ભગવદ્દ ગીતા (Bhagavad Gita)ના પાઠ પણ ભણાવાના છે.

શાળાના વેકેશન દરમિયાન શિક્ષકોના પરિવાર સાથે હરવા ફરવાના તેમજ આરામ કરવાના દિવસો હોય છે. પરંતુ આજે એવા ઘણા શિક્ષકો છે, જે રજાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ચાલુ રાખે છે. આવા શિક્ષકોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય નરેશ મહેતાનો સમાવેશ થાય છે. આ વખતે તેમણે રજાઓમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. આ સિવાય તેમણે આગામી શૈક્ષણિક સત્રથી સરકારે શ્રીમદ ભગવદગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓને જોડવામાં આવી રહ્યા છે. રજાઓ શરૂ થતાની સાથે જ ઓનલાઈન પ્લેટફોર્મ પર દરરોજ એક કલાક વર્ગો ચલાવવામાં આવશે અને ગીતાના પાઠ ભણાવવામાં આવશે. કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગમાં જોડાઈ શકે છે એક સાથે 1000 થી વધુ વિદ્યાર્થીઓને જોડીને માઈક્રોસોફ્ટ ટીમ એપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગીતાના સંસ્કારો આપવામાં આવશે. શિક્ષક દ્વારાા શરૂ શરૂ કરવામાં આવેલી કામગીરીને વખાણવામાં આવી રહી છે. સુરતના શિક્ષક દ્વારા કરવામાં આવેલ આ કાર્ય દરેક માટે પ્રેરણાદાયી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *