આ અમદાવાદી બિઝનેસમેને 10 રૂપિયાની પાણીપુરી 85 હજારમાં પડી, જાણો એવું તો શું થયું?

અમદાવાદ: અમદાવાદ(Ahmedabad) શહેરમાંથી એક વિચિત્ર ઘટનાના સમાચાર મળી આવ્યા છે. અહીં, એક બિઝનેસમેન(Businessman) નારણપુરા(Naranpura) વિસ્તારમાં પાણી પુરી ખાવા માટે ઉભા હતા તે દરમિયાન ચોરો આવ્યા…

અમદાવાદ: અમદાવાદ(Ahmedabad) શહેરમાંથી એક વિચિત્ર ઘટનાના સમાચાર મળી આવ્યા છે. અહીં, એક બિઝનેસમેન(Businessman) નારણપુરા(Naranpura) વિસ્તારમાં પાણી પુરી ખાવા માટે ઉભા હતા તે દરમિયાન ચોરો આવ્યા અને તમારા પૈસા પડી ગયા છે કહીને ૮૫ હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે બિઝનેસમેને પોલીસને જાણ કરી હતી, તેથી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

વાસ્તવમાં, ગત 29 એપ્રિલના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ તેઓ પોતાની મરસીડીસ ગાડી લઈને ઓફિસથી નીકળ્યા હતા. તેમને ડ્રાઇવર સીટની બાજુમાં એક બેગ મુકી હતી. આઠ વાગ્યાની આસપાસ અંકુર ચાર રસ્તા પાસે આવેલી સેન્ડવીચની દુકાન પાસે તેઓએ ગાડી પાર્ક કરી હતી અને ત્યાં પાણીપૂરી ખાઈને ગાડી પાસે પરત આવ્યા હતા.

આ દરમિયાન ગાડીના બોનેટ પાસે કોઈ વ્યક્તિ ઊભો હતો અને તેણે જણાવ્યું કે, તમારા પૈસા નીચે પડી ગયા છે. જેથી કુંતેશભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને જોયું તો દસ દસની ચાર નોટો પડી હતી. જે લઈને તેઓ ગાડી લઈને કામેશ્વર મંદિરની બાજુમાં આવેલા પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા જતા હતા. એ સમયે ગાડીમાં રાખેલી એક બેગ જણાઈ નહોતી.

ત્યારબાદ તેઓએ સેન્ડવીચની દુકાને જઇને સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેઓ જ્યારે ગાડીનો દરવાજો ખોલે છે ત્યારે એક વ્યક્તિ સાઇડમાંથી ડ્રાઇવર સીટની બાજુની સીટ નો દરવાજો ખોલી લેપટોપની બેગ ચોરી કરી ફરાર થઈ જાય છે. આ સાથે જ તેમાં રહેલા 35 હજાર રોકડા મળી કુલ ૮૫ હજારની મતા ચોરી કરી ફરાર થઈ જાય છે. આ રીતે ચાલાકીથી ચોરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

સમગ્ર બાબતને લઈને તેઓએ નારણપુરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ થકી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા છે. નારણપુરામાં રહેતા કુંતેશ પરીખ આશ્રમ રોડ પર ઓફિસ ધરાવી સોફ્ટવેર કન્સલ્ટિંગનો બિઝનેસ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *