હંમેશને માટે બંધ થઈ આ બેંક, તમારા પૈસા પણ હોય તો સમય રહેતા કાઢી લો

Published on Trishul News at 10:24 AM, Wed, 22 January 2020

Last modified on January 22nd, 2020 at 10:24 AM

દેશમાં બેન્કિંગ સેવાઓનું ને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2015માં પેમેન્ટ બેંકની શરૂઆત કરી હતી.આ બેંકના લાઇસન્સ માટે દેશની 41 કંપનીઓએ આરબીઆઇને આવેદન કર્યું હતું પરંતુ તેમાં ફક્ત 11 ને જ લાઇસન્સ આપવામાં આવ્યા હતા.

આ પેમેન્ટ બેંક માંથી એક વોડાફોન m-pesa નું કામકાજ બંધ થઈ ગયું છે. એવામાં હવે વોડાફોન m-pesa ના ગ્રાહકોને એક નિશ્ચિત સમય સુધી પોતાના પેમેન્ટ બેંક માંથી પૈસા કાઢી લેવાના રહેશે.

હકીકતમાં, વોડાફોને સ્વેચ્છાએ થી પેમેન્ટ બેંક m-pesa ને લિક્વિડેટ એટલે કે બંધ કરવા માટે આવેદન કર્યું હતું. ત્યાર બાદ રિઝર્વ બેંકે વોડાફોનના આપવામાં આવેલ અધિકાર પ્રમાણપત્રને રદ કરી દીધું છે. આરબીઆઇએ આ નિર્ણય બાદ કંપની પ્રીપેડ પેમેન્ટ સાથે જોડાયેલા કાર્યો નહીં કરી શકે. એનો મતલબ એવો થયો કે પેમેન્ટ બેંકનું કામકાજ બંધ થઈ ગયું છે.

જો કે ગ્રાહકો કે વેપારીઓ ને ચુકવણી પ્રણાલી પરિચાલક ના રૂપમાં કંપની ઉપર કોઈ વેલીડ દાવો હોય તો સીઓએ રદ થયા બાદ ત્રણ વર્ષની અંદર એટલેકે ૩૦ સપ્ટેમ્બર 2022 સુધી દાવો કરી શકે છે.એટલે દેખીતી વાત છે કે ગ્રાહકોએ આ ડેડલાઇન સુધી પોતાના દરેક દાવાઓને પતાવી લેવાનો રહેશે.

અહીંયા તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેન્ક લિમિટેડ એ પણ આરબીઆઇને લિકવીડેટ કરવાનું આવેદન આપ્યું હતું.

શું હોય છે પેમેન્ટ બેંક?

પેમેન્ટ બેન્કોને લોન્ચ કરવાનો હેતુ સ્મોલ સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સ, ઓછી આવક વાળા પરિવાર, અસંગઠિત ક્ષેત્ર, પ્રવાસી મજૂરો અને નાના વેપારીઓને બેન્કિંગ સેવાઓ સાથે જોડવાનો હતો. તેના માટે આરબીઆઇએ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશન,મોબાઇલ ફોન સેવા આપનાર કંપની અથવા તો સુપરમાર્કેટ ચેન વગેરેને પેમેન્ટ બેન્ક શરૂ કરવાની મંજૂરી આપી છે.

આ બેંકોમાં મોટી રકમ જમા કરવા કે સ્વીકારવાની અનુમતિ નથી. આ ઉપરાંત આ બેંક લોન નહીં આપી શકે. જોકે એટીએમ કે ડેબિટ કાર્ડ જરૂર આપી શકે છે પરંતુ ક્રેડિટ કાર્ડ નથી મળી શકતા.

હવે વધશે આ પેમેન્ટ બૅન્કો

– એરટેલ પેમેન્ટ બેન્ક લિમિટેડ

– FINO પેમેન્ટ બેન્ક લિમિટેડ

– Paytm પેમેન્ટ બેન્ક લિમિટેડ

– jio પેમેન્ટ બેન્ક લિમિટેડ

– NSDL પેમેન્ટ બેન્ક લિમિટેડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "હંમેશને માટે બંધ થઈ આ બેંક, તમારા પૈસા પણ હોય તો સમય રહેતા કાઢી લો"

Leave a comment

Your email address will not be published.


*