વિજ્ઞાનીકોની મોટી ચેતવણી: ત્રણ લોકોમાંથી એક વ્યક્તિનો જીવ લઇ શકે છે કોરોનાનો આ ખતરનાક વેરિઅન્ટ

Published on: 12:03 pm, Sun, 1 August 21

વિશ્વમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે હવે દુનિયામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને કારણે ચિંતાનો વિષય બન્યો છે. કેટલાય દેશોમાં કોરોનાનો નવો વેરિઅન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોનાનો નવો વેરિઅન્ટ વધારે ખતરનાક અને જીવલેણ સાબિત થઇ શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ વેરિઅન્ટ એટલો ખતરનાક અને જીવલેણ છે કે જેને લીધે દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિનું મોત થઇ શકે છે.

લંડનના સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમરજન્સીએ શોધના સંબંધમાં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. સાથે તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે, વેરિઅન્ટ હવે ભવિષ્યમાં આવી શકે છે. જે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. સાથે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જેનો મૃત્યુદર 35 ટકાનો માનવામાં આવી રહ્યો છે.

આ શોધમાં વૈજ્ઞાનિકોની ટીમે સૂચન આપતા કહ્યું છે કે જે માનવણી સાથે જાનવરોમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઉત્પન્ન થવાની આશંકા લાગે તો તેમને મારી દેવા અથવા કે પછી તેમનું વેક્સિનેશન કરવું જરૂરી છે. એવામાં આ જાનવરોમાં વાયરસના નવા વેરિઅન્ટનું સંક્રમણ અટકાવી શકાય છે અને તેમની સાથે  નવા વેરિઅન્ટ માણસોમાં ફેલાતા અટકાવી શકાય છે.

વૈજ્ઞાનિકોની શોધમાં એક ખાસ વાત એ સામે આવી છે કે જો કોરોના વાયરસનો આવનારો વેરિઅન્ટ બીટા, અલ્ફા, ડેલ્ટાની સાથે મિક્સ રૂપ ધારણ કરે તો તેની પર શક્ય છે અને તેમના પર રસીની પણ અસર નહિ થઇ શકે. જેને કારણે મોતના દરમાં પણ વધારો થઈ શકે છે. રિપોર્ટમાં આવનારા સંભાવિત વેરિઅન્ટનું નામ હજુ જણાવવામાં આવ્યું નથી પણ તેને સુપર મ્યુટેન્ટ વેરિઅન્ટ કહેવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.