ફટાફટ કરો! દિવાળી ઉપર ફક્ત એક રૂપિયામાં સોનું ખરીદવાની સુવર્ણ તક ચૂકશો નહિ

Published on: 3:45 pm, Sun, 31 October 21

દેશમાં ધનતેરસ (Dhanteras) તથા દિવાળી (Diwali) પર સોનાની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો રોકાણ કરીને લાભ મેળવવાના હેતુથી ગોલ્ડમાં પૈસા લગાવતા હોય છે. દેશની ખુબ મોટી આબાદી એ લોકોની છે કે, જેઓ તહેવારો (Festivals) માં ફિઝિકલ ગોલ્ડની ખરીદી કરતા હોય છે. જો કે, આમાં અસમંજને લઇ સ્થિતિ બનતી રહેતી હોય છે.

કેટલાક જવેલર્સ 22 કેરેટ ગોલ્ડમાં સોનાના આભૂષણો તૈયાર કરતા હોય છે તો વળી કેટલાક લોકો 22 અથવા તો 18 કેરેટમાં ઘટાડો કરતા હોય છે. આની ઉપરાંત એમાં એકસાથે રકમ ખર્ચ કરવી પડે છે. આજે અમે આપને જણાવી રહ્યા છે કે, તમે કેવી રીતે ફક્ત એક જ રૂપિયામાં 24 કેરેટ શુદ્ધતાવાળું ગોલ્ડ ખરીદી ફાયદો મેળવી શકો છો.

તહેવારોમાં ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં તમે ઓછામાં ઓછું 1 રૂપિયાથી પણ સોનામાં રોકાણ કરી શકો છો. ફક્ત આટલુ જ નહીં પણ આના આધારે તમે 24 કેરેટ શુદ્ધતાવાળું સોનું પણ મેળવી શકો છો. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ પર વિક્રેતા કંપની તમે ખરીદેલ સોનાને લોકરમાં રાખતા હોય છે.

તમને તેમાં રોકાણના બદલે એક ખરીદીની રસીદ પણ આપવામાં આવે છે. તમારા રોકાણ કરવા પર લોકરમાં સોનું સમયની સાથોસાથ વધતું જાય છે. ફક્ત આટલું જ નહીં, તમે જરૂરિયાત પડવા પર તેને ઓનલાઇન પણ વેચી શકો છો. તમારે અહીં કિંમતોમાં ઉતાર-ચઢાવની ચિંતા પણ કરવાની જરૂર પડતી નથી. સુરક્ષાના ઉદ્દેશથી જોઇએ તો તમારું સોનું ચોરી થવાનો પણ ભય નહીં રહે.

ડિજિટલ ગોલ્ડમાં રોકાણના કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે. જ્રેથી ઘરે બેઠા સોનામાં રોકાણ કરી શકો છો. ભારત સરકારના ઉપક્રમ તેમજ સ્વિટ્ઝર્લૅન્ડના PMMP S.A.ના સંયુક્ત ઉપક્રમ MMTC-PAMP દ્વારા તમને ડિજિટલ સોનામાં માત્ર 1 રૂપિયામાં રોકાણ કરવાની તક મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati viral, Viral news