આ સ્વાદિષ્ઠ વાનગી ખાવાની મજા પણ આવશે અને ડાયાબીટીસ પણ ઘટી જશે, જાણો વિગતે

Published on: 2:30 pm, Sat, 7 November 20

હાલના સમયમાં ડાયાબિટીસના રોગીઓની સંખ્યા દિવસેને દિવસ ખુબ વધતી જઈ રહી છે. એનું એક કારણ એ પણ હોઈ શકે છે કે, ખોટુ ખાનપાન. હાલના સમયમાં લોકો ઝંક ફૂડ વધારે પસંદ કરતા હોય છે. તેથી એ ખોરાક ન પચવાને કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થતી હોય છે, તેથી જ હંમેશા તમારા આહાર લેવામાં ખુબ ધ્યાન રાખવુ જોઈએ.

ડાયાબિટીજના રોગીઓને વિવિધ પ્રકારની નવી નવી વાનગીઓ ખાવાનુ મન થતું હોય છે. પણ તમારે એવા પ્રકારના પદાર્થનું સેવન કરવું જોઈએ કે, જેમાંથી તેમને પોષણ પણ મળી રહે અને તમારા શરીરમાં શુગરનું સ્તર પણ જળવાઈ રહે. આ માટે સારા ખોરાક તરીકે તમે બેસનની રોટલી લઇ શકો છો. જેનો આહારમાં સમાવેશ કરવાથી તમારું શુગર સ્તર પણ જળવાઈ રહે.

ઘઉં અને ચણાના લોટને ભેગા કરીને રોટલી બનાવવામાં આવે છે. જેને ‘મિસ્સી રોટલી’ પણ કહી શકાય છે. તેને બનાવવા માટે ચણાનો લોટ એટલે કે બેસન અને ઘઉના લોટને 1:2 પ્રમાણમાં મિક્સ કરવું. એટલે કે, જો એક કપ ઘઉનો લોટ નાખ્યો તેની સાથે બે કપ ચણાનો લોટ નાખવો. હવે લોટ બાંધો. ત્યારબાદ એ લોટની રોટલી બનાવવી.

ડાયાબિટીસના રોગવાળા દર્દીઓ માટે ચણાની રોટલી એ ખુબ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે, અનેકવાર ડૉક્ટરો એ ફક્ત ઘઉંના લોટની રોટલી ખાવાની મનાઈ કરતા હોય છે. ઘઉંના લોટ સાથે ચણાના લોટને મિક્સ કરીને રોટલી બનાવવાથી એનો સ્વાદ પણ ખુબ સારો આવે છે. અને આ ખાવાથી શરીરમાં શુગરનું લેવલ પણ જળવાઈ રહે છે. તેથી આ રોટલી રોજ ખાવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે.

ચણાના લોટમાં ગ્લિસેમિક ઈંડેક્સ તત્વ 70% જેટલું હોય છે. જ્યારે ઘઉના લોટમાં એ તત્વ 100% જેટલુ હોય છે.  તેથી જ ચણાના લોટનું સેવન કરવાથી લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. અને શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. તેની મદદથી ગુડ કોલેસ્ટ્રોલ તત્વ વધે છે.

મિસ્સી રોટલીનું નિયમિત રીતે સેવન કરવાથી ફાઈબરની ભરપૂર માત્રા શરીરને ખુબ વધારે પ્રમાણમાં મળે છે. જેને કારણે પાચન તંત્ર સારું રહે. તેમાં આયરન અને કેલ્શિયમની ભરપૂર માત્રા હોવાથી તેનું સેવન કરવું એ મગજના તણાવને ઘટાડવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે.

ઘઉ અને ચણાના લોટને મિક્સ કરેલા લોટની રોટલીને ખાવાથી ગર્ભવતી મહિલાને પણ ખુબ લાભ થતો હોય છે.  કારણ કે તેમાં રહેલ ફોસ્ફોરસ અને કેલ્શિયમ ગર્ભમાં રહેલા બાળકના હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle