બાથરૂમમાં ફુવારા નીચે નાહી રહ્યો છે આ કુતરો, હરકત જોઇને હસવું નહિ રોકી શકો- જુઓ મજેદાર વિડીઓ 

Published on Trishul News at 7:24 PM, Thu, 17 June 2021

Last modified on June 17th, 2021 at 7:24 PM

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

લોકો આ કૂતરાની હરકત જોઇને ખડખડાટ હસી રહ્યા છે. કુતરાને તેમનો માલિક નવડાવવાની કોશિશ કરી રહ્યો છે. પરંતુ કુતરો પાણીના ડરને લીધે બાથરૂમના ખૂણામાં ઉભો રહી જાય છે. આ વિડીઓ તમે હસવાનું નહિ રોકી શકો. આ કૂતરાનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વિડીઓ પર રમુજી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kabira Agarwal (@_kabiraaa__)

અમે તમને જણાવી દઈએ કે, આ મજેદાર વિડીઓ કબીરા અગ્રવાલ નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડીઓની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, બાથરૂમમાં કુતરો ખૂણામાં ઉભો રહી જાય છે જેથી તેમનો માલિક તેમને નવડાવી ન શકે. આ વિડીઓને ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે. આ વીડીઓમાં 7 લાખથી વધુ લાઇક મળી ચૂંકી છે.

તમે આ વિડીઓમાં સ્પષ્ટ જોઈ શકો છો કે, કૂતરાનો માલિક કુતરાને બાથરૂમની અંદર ન્હાવા લઇ જાય છે. ત્યારબાદ માલિક બાથરૂમનો ફુવારો શરુ કરી દે છે. કુતરાને ન્હાવાનું ગમતું ન હોવાથી તે બાથરૂમના એક ખૂણામાં ઉભો થઇ જાય છે. ત્યારબાદ માલિક તેમની આ હરકત જોઇને કુતરાને છોડી દે છે. લોકો આ વાયરલ વિડીઓને ખુબ મજા લઇ રહ્યા છે. આ વિડીઓ પર ઘણા લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "બાથરૂમમાં ફુવારા નીચે નાહી રહ્યો છે આ કુતરો, હરકત જોઇને હસવું નહિ રોકી શકો- જુઓ મજેદાર વિડીઓ "

Leave a comment

Your email address will not be published.


*