બોલીવૂડના આ જાણીતા અભિનેતાનું કોરોનાને કારણે મોત, 52 વર્ષની ઉમરે દુનિયાને કહ્યું અલવિદા

Published on: 1:08 pm, Sat, 1 May 21

કોરોનાને કારણે ઘણા મોટા સેલીબ્રીટી મોતના સકંજામાં આવી ચુક્યા છે. ત્યારે ફરી એક વાર બોલીવૂડના અભિનેતાએ દુનિયાને અલવિદા કહ્યું છે. બોલીવૂડની ઘણી ખરી ફિલ્મો,ટીવી શોમાં અને વેબ સીરીઝમાં કામ કરી ચુકેલા અભિનેતા બિક્રમજીત કંવરપાલનું કોરોનાને લીધે અવસાન થયું છે. બિક્રમજીત કંવરપાલ કોરોનાથી પણ સંક્રમિત થયા હતા. 52 વર્ષની વયે શુક્રવાર એટલે કે આજ રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું.

બિક્રમજીત કંવરપાલના મૃત્યુને લીધે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારે આ સમયે સમગ્ર ફિલ્મ જગત અને ટીવી જગતના કલાકારો તેમના મૃત્યુ પર શ્રધાંજલિ આપીને શોક વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બિક્રમજીત કંવરપાલ ફિલ્મોમાં ભાગ્ય અજમાવતા પ્રથમ આર્મી ઓફિસર પણ હતા. બિક્રમજીત એ મેજર બિક્રમજીત કંવરપાલ તરીકે જાણીતા હતા.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે, બિક્રમજીત કંવરપાલના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે -” મેજર બિક્રમજીત કંવરપાલના મોતના સમાચાર સાંભળીને ખુબ જ દુખ થઈ રહ્યું છે.નિવૃત સૈન્ય અધિકારી બિક્રમજીત કંવરપાલે ઘણી ફિલ્મોમાં અને ટીવી શોમાં ખુબ સારી ભૂમિકાઓ ભજવેલી હતી.”

પ્રખ્યાત અભિનેતા તુષાર કપૂરે પણ બિક્રમજીત કંવરપાલના મૃત્યુ પર તેના ટ્વિટર હેન્ડલ પર બિક્રમજીતનો ફોટો શેર કરતા તુષારે લખ્યું છે કે – “તમારા આત્માને શાંતિ મળે મેજર બિક્રમજીત.”

જણાવી દઈએ કે બિક્રમજીતે વર્ષ 2003 માં ભારતીય સૈન્યમાંથી નિવૃત્તિ લીધા બાદ અભિનય તરીકેની કારકિર્દીની શુભ શરૂઆત કરી હતી. તેમણે રિઝર્વેશન,પેજ 3, મર્ડર 2, 2 સ્ટેટ્સ અને ધ ગાઝી એટેક જેવી પ્રખ્યાત ફિલ્મોમાં ખૂબ મહત્વનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મો ઉપરાંત તેઓ ઘણી હિટ થયેલી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.