કોરોનાને કારણે આ પ્રખ્યાત સેલિબ્રિટીનું મોત, મુંબઈમાં 200 લોકો સાથે કરી હતી મુલાકાત

Published on Trishul News at 2:06 PM, Thu, 26 March 2020

Last modified on March 26th, 2020 at 2:15 PM

વિશ્વપ્રખ્યાત સેલિબ્રિટી શૅફ ફ્લોયડ કાર્ડોઝ જેનો કોરોનાનો ટેસ્ટ પૉઝીટીવ આવ્યો હતો તેણે ન્યુ યોર્કની સિટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ખતરનાક વાયરસના ઈન્ફેક્શનથી ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ ફ્લૉએડ કાર્ડોઝે જીવ ગુમાવ્યો છે. તેઓ 59 વર્ષના હતા. ન્યૂ યોર્કમાં રહેનારા કાર્ડોઝ 19 માર્ચના રોજ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. કાર્ડોઝ જ્યાં રહેતો હતો ત્યાં ન્યુયોર્કની હોસ્પિટલમાં તેને દાખલ કરાયો હતો ત્યારે 18માર્ચની આસપાસ તેને તાવ હતો. તેણે પોસ્ટ કર્યુ હતું કે તેને ફ્રેંકફર્ટમાં કદાચ આ ઇન્ફેક્શન લાગ્યું હતું.

ચિંતાની વાત એ છે કે, ફ્લોએડ આ મહિને જ મુંબઈ આવ્યા હતા અને અહીં તેમણે એક પાર્ટી પણ આપી હતી જેમાં 200 જેટલા લોકોએ હાજરી આપી હતી. આવામાં તે પાર્ટીમાં આવેલા લોકોની ચિંતા પણ વધી શકે છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાથી 773 લોકોના મોત થયા છે જ્યારે ભારતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. હોસ્પીટલે આ અંગે જાણકારી આપી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, “અમે ભારે હ્રદય સાથે તમને જણાવીએ છીએ કે શેફ ફ્લોયડ કાર્ડોઝ, કો ફાઉન્ડર હંગર ઇન્ક હોસ્પિટાલિટીનું દુઃખદ અવસાન ૨૫મી માર્ચનાં રોજ 2020માં ન્યુ જર્સી, યુએસએમાં થયું છે. તેના માતા બેરિલ, પત્નિ બરખા અને દીકરાઓ જસ્ટિ અને પિટર તેમના પરિવારનાં સદસ્યો છે. 18મી માર્ચે યુએસએમાં તેનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો અને તેની સારાવાર માઉન્ટેઇન સાઇડ મેડિકલ સેન્ટર, ન્યુજર્સીમાં ચાલી રહી હતી.”

ફ્લૉએડના ન્યૂ યોર્કમાં શેઝ ફ્લૉએડ, બૉમ્બે કેન્ટીન અને ઓ પેડ્રો નામની રેસ્ટોરન્ટ છે. મુંબઇ અને ગોવામાં પણ એમની રેસ્ટોરન્ટ છે. તેઓ આ વર્ષ માર્ચમાં મુંબઇ પણ આવ્યા હતા. પરત ફર્યા બાદ ફ્લૉઇડને ન્યૂયોર્કમાં વાયરલ તાવના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એમના સંપર્કમાં આવેલા લોકોની જાણકારી એકત્રિત કરવામાં આવી રહી છે.

તે મુંબઇની બે પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સમાં કો-ઓનર હતા, બોમ્બે કેન્ટિ અને ઓ પેદ્રો. તે આઠમી માર્ચ પછી અમેરિકાથી પોતાના નવા સાહસ બોમ્બે સ્વીટ શોપનાં લૉન્ચ માટે મુંબઇ આવ્યો હતો. બાંદ્રા ઇટરી સોલ ફ્રાયનાં માલિક મેલ્ડન ડા’કુન્હા જેમણે કાર્ડોઝ સાથે 1986થી 89 સુધી ઓબેરોયમાં કામ કર્યું હતું તેમણે જણાવ્યું કે તેઓ સાથે ઇન્ડિયન કિચનમાં કામ કરતા હતા. તે પોતાના કામમાં બહુ જ કુશળ હતા અને તેમણે અમેરિકામાં પોતાની આવડતનો ઉપયોગ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.

Be the first to comment on "કોરોનાને કારણે આ પ્રખ્યાત સેલિબ્રિટીનું મોત, મુંબઈમાં 200 લોકો સાથે કરી હતી મુલાકાત"

Leave a comment

Your email address will not be published.


*