જગતના તાતની આ તો કેવી દશા! જુઓ કેવી રીતે ગુજરાતનો લાચાર ખેડૂત પત્નીને હળ સાથે જોતરવા બન્યો મજબૂર

Published on: 3:31 pm, Sat, 6 August 22

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિકાસની વાતો વચ્ચે એવા દ્ર્શ્યો સામે આવી રહ્યા છે જેને જોઇને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. આ દ્રશ્યો જોઇને તમને પણ એવું તો જરૂર થશે કે, આખા દેશને જમાડતો ખેડૂતની જ આવી પરિસ્થિતિ છે. ખરેખર આ વિડીયો(Video) જોઇને તમારી આંખમાંથી આંસુ સરી પડશે.

આ વિડીયો પરથી કહી શકાય કે, જગતનો તાત નાણાંની તંગીના કારણે બળદ નહિ હોવાને કારણે કેવો મજબૂર બન્યો છે. આ વિડીયોમાં એક ખેડૂત પાસે બળદ નહિ હોવાને કારણે તેની પત્નીને જ હળ સાથે જોતરાવવા મજબુર બની હતી. ચાલો અમે તમને જણાવી દઈએ કે, ગુજરાતના ક્યાં જીલ્લામાંથી આ પ્રકારના રડાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તે વિશે…

રાજ્યના નર્મદા જિલ્લાના બારખાડી-કમોદીયા ગામની કે જ્યાં, ખેતર ખેડવા માટે ખેડૂત પાસે બળદ નહી હોવાને કારણે ખેડૂત બળદના બદલે પોતાની પત્નીને હળ સાથે જોતરવા માટે મજબુર બન્યો હતો. ડુંગરાળ વિસ્તાર હોવાને લીધે માત્ર ચોમાસા આધારિત જ ખેતી થાય છે.

વરસાદ પડયા પછી વાવેતર સમયે હળે જોડવા માટે બળદની ખરીદી ન કરી શકતા અને ટ્રેક્ટર લેવા અસક્ષમ હોવાને કારણે આ પ્રકારનું આ પગલુ મજબૂરીએ કરીને ભરવું પડ્યું છે. આ વિડીયો વાયરલ થયા પછી તો અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતના તાત કેવી સ્થિતિમાંથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે તેનો આ જીવતું જાગતું ઉદાહરણ નજર સમક્ષ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.