આ છોકરીએ બનાવ્યું “રેપપ્રુફ અન્ડરવેર”, એમાં લાગેલો છે પાસવર્ડ લોક, હવે દુષ્કર્મની ઘટનાઓ થશે બંધ

Published on Trishul News at 5:31 PM, Wed, 11 December 2019

Last modified on April 11th, 2020 at 7:02 PM

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

હાલના દિવસોમાં બળાત્કારની ઘટનાઓ સાંભળવા મળી રહી છે જે ખૂબ જ શરમજનક છે. આને ધ્યાનમાં રાખીને સીનુએ એક અન્ડરવેર બનાવી છે જે બળાત્કારને અટકાવશે. સીનુ દ્વારા બનાવવામાં આવેલા આ અન્ડરવેર માં એક લોક, જીપીએસ અને વિડિઓ રેકોર્ડર છે.

‘રેપ પ્રૂફ’ અન્ડરવેરમાં લોક છે

ઉત્તરપ્રદેશના ફરરૂખાબાદ શહેરની સીનુ કુમારીએ એક અનોખું પરાક્રમ કર્યું છે. જેને જોઇને હાલમાં દરેક વય્ક્તિ તેની વાહ વાહ કરી રહ્યા છે. બળાત્કારના વધતા જતા કેસો જોતાં સીનુએ આવી પેન્ટિ બનાવી છે, જે રેપ પ્રુફ છે. સીનુ દ્વારા બનાવવામાં આવેલા આ અન્ડરવેરમાં એક લોક, જીપીએસ અને વિડિઓ રેકોર્ડર છે. આ અન્ડરવેર બુલેટપ્રૂફ અને કટ-પ્રૂફ છે. ના તો એને કાપી શકાય છે અને ના તો ગોળી બાર થી ફાડી શકાય છે.

જીપીએસ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરેલી છે:

તેમાં સ્થાપિત જીપીએસ મહિલાના પરિવારજનોને તેનું લોકેશન કહેશે. તેમાં લાગેલો વિડિઓ રેકોર્ડર હુમલાખોરનો ચહેરો પકડી લેશે. સમાચારો અનુસાર સીનુએ દાવો કર્યો છે કે આ અન્ડરવેરમાં લોક પાસવર્ડ વિના ખુલી શકશે નહીં. આ અન્ડરવેરની કિંમત 4,300 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "આ છોકરીએ બનાવ્યું “રેપપ્રુફ અન્ડરવેર”, એમાં લાગેલો છે પાસવર્ડ લોક, હવે દુષ્કર્મની ઘટનાઓ થશે બંધ"

Leave a comment

Your email address will not be published.


*