આશ્ચર્યજનક છે આ સુંદર યુવતીની કહાની, આ ખૂંખાર જીવ સાથે વિતાવે છે રાત

જાનવરો સાથે પ્રેમ આજકાલ લોકોનો શોખ બની ગયો છે. લોકોને જાત-ભાતના જાનવર પાળવાનો શોખ હોય છે. કોઈ કૂતરૂ પાળે છે તો કોઈ બિલાડી. પરંતુ લંડનની…

જાનવરો સાથે પ્રેમ આજકાલ લોકોનો શોખ બની ગયો છે. લોકોને જાત-ભાતના જાનવર પાળવાનો શોખ હોય છે. કોઈ કૂતરૂ પાળે છે તો કોઈ બિલાડી. પરંતુ લંડનની રહેવાસી એક 21 વર્ષીય યુવતીને એક એવા ખતરનાક જીવને પાળવાનો શોખ છે, જેને જોઈ લોકોનો શ્વાસ થંભી જાય છે. એટલું જ નહી લોકો આ યુવતીના ઘરે જવા માટે પણ ડરે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, જી નામની આ યુવતીએ પોતાના ઘરમાં 16 ફૂટ લાંબો બરમીસ પાયથન પાળીને રાખ્યો છે.

એટલું જ નહી, તેણે પોતાના ઘરમાં જ સાંપનું કલેક્શન પણ બનાવીને રાખ્યું છે, જેમાં બોઆ કોંસ્ટ્રીક્ટર, ઈલસ્ટ્રીઅસ પાયથન અને બ્લડ પાયથન પણ સામેલ છે.

તમને જણાવી દઈએ કે, 21 વર્ષી જી હજુ વેટરનરી નર્સનો અભ્યાસ કરી રહી છે. તે પોતાના વિશે જણાવે છે કે, તેણે પહેલી વખત 6 વર્ષની ઉંમરમાં સાંપ જોયો હતો અને ત્યારથી તેને સાંપ સાથે લગાવ થઈ ગયો કે, તે હવે તેમની સાથે જ રહે છે. તે પાયથનની સાથે જ રોજ ઊંઘી જાય છે. તેનું કહેવું છે કે, તેને પાયથનની સાથે ઊઘવાથી ઘણો આરામ મળે છે.

જી પાસે સૌથી મોટો સાંપ છે, તે બરમીસ પાયથન છે. 16 ફૂટ લાંબા તે પાયથનનું વજન 28 કિલો છે. તેની લંબાઈના કારણે તેને ઉઠાવવા માટે હંમેશા બે લોકોની જરૂરત પડે છે. જી અનુસાર, પાયથન મહિનામાં એક વખત 3-6 કિલો સસલાનો નાસ્તો કરે છે. આ સિવાય તે ઉંદર પણ ખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *