આ દીકરીનું હર્દય શરીરની બહાર ધબકી રહ્યું છે, સમગ્ર લેખ વાંચી આંખમાંથી આંસુ સરી પડશે

અમેરિકામાં રહેતી એક છોકરી ખૂબ જ દુર્લભ સમસ્યામાંથી પસાર થઈ રહી છે. વિરસવીયા ગોંચારોવા નામની આ બાળકીને પેન્ટાલોજી ઓફ કંટ્રોલ નામની બીમારી છે, જેના કારણે…

અમેરિકામાં રહેતી એક છોકરી ખૂબ જ દુર્લભ સમસ્યામાંથી પસાર થઈ રહી છે. વિરસવીયા ગોંચારોવા નામની આ બાળકીને પેન્ટાલોજી ઓફ કંટ્રોલ નામની બીમારી છે, જેના કારણે તેના પેટની માંસપેશીઓ અને પાંસળી ખોટી રીતે રચાઈ હતી. ગોંચારોવાને આ સ્થિતિને લીધે કોઈ દુ:ખાવો થતો નથી, પરંતુ આ કારણે તેનું હૃદય ખુલ્લું થઈ ગયું છે.

આ સિવાય તેના હૃદયમાં એક છિદ્ર પણ છે. ગોંચારોવાને ઘણી વાર તેની આ પરિસ્થિતિ કારણે હોસ્પિટલમાં સમય પસાર કરવો પડે છે. 2020ની શરૂઆતમાં, તેનું ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઝડપથી નીચે આવવાનું શરૂ થયું, ત્યારબાદ તેને ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવી અને પછીના બે અઠવાડિયામાં હોસ્પિટલમાં સમય પસાર કર્યા બાદ, ગોંચારોવાના ઓક્સિજનનું સ્તર સામાન્ય થઈ ગયું હતું.

દરીએ વર્ષ 2015માં રશિયાથી અમેરિકા આવવાનું નક્કી કર્યું હતું. તેણે આશા વ્યક્ત કરી કે, તે યુ.એસ.માં તેની પુત્રી માટે સર્જરી કરાવી શકશે જેથી તેના હદયમાં રહેલું છિદ્ર બંધ થઈ શકે અને પુત્રી સામાન્ય જીવન જીવે. જોકે, ગોંચારોવાના હાઈ બ્લડ પ્રેશરને કારણે તેના ફેફસાની ધમનીઓ પર અસર પડે છે, તેથી આ સર્જરી પણ શક્ય થઈ નથી.

ગોંચારોવા કહે છે કે, કેટલીક વખત તેમના ઓક્સિજનનું સ્તર ઓછું થઇ જાય છે જેથી તેને ચક્કર આવે છે. તેમ છતાં, તે સક્રિય રહેવાનું પસંદ કરે છે અને તે તેના મિત્રો સાથે નૃત્ય અને ગીતો ગાવાનું પસંદ કરે છે. જોકે, કોરોના સમયગાળાને કારણે, તે આ વર્ષે તેના મિત્રો સાથે વધુ સમય પસાર કરી શકી ન હતી.

ગોંચારોવા સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે અને તે ઘણીવાર તેની માતા સાથે ફોટો શેર કરે છે અને તેના જીવનને લગતા અપડેટ્સ તેના ફોલોઅર્સ સાથે શેર કરે છે. ગોંચારોવાને ઇન્સ્ટાગ્રામ પર ઘણા સકારાત્મક સંદેશા મળે છે અને લોકો તરફથી મળેલી સકારાત્મક પ્રતિક્રિયાઓ વાંચીને તે ખુશ છે. ગોંચારોવા કહે છે કે, તેમનું હૃદય અન્ય લોકો કરતા ખૂબ અલગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *