આ ગુજરાતીએ ગણતરીના સમયમાં જ ઉતારી નાખ્યું 60 કિલો વજન- જાણો કેવી રીતે?

Published on Trishul News at 11:27 AM, Fri, 12 February 2021

Last modified on February 12th, 2021 at 11:27 AM

આજના વ્યસ્ત શેડ્યૂલમાં મોટાભાગના લોકો મેદસ્વિતાનાં શિકાર બની રહ્યા છે. જ્યારે કેટલાક ફાસ્ટ-ફૂડના શોખીન હોય છે જેથી તેમનું વજન વધે છે. કેટલાક બેદરકાર લોકો છે જેઓ તેમના સ્વાસ્થ્યની સહેજ પણ કાળજી લેતા નથી. જો આવા લોકોને હેલ્થી અને ફિટનેસ શીખવવી હોય તો તેમને સાચા મોટિવેશનની જરૂર હોય છે. એટલે આજે અમે તમારી સમક્ષ વજન ઘટાડવાની જાદુઈ વાર્તાઓમાં ફિલ્મ સેલિબ્રિટીઝના ન્યુટ્રિશન કન્સલ્ટન્ટની સ્ટોરી લઈને આવ્યા છીએ. જે વ્યક્તિ અન્ય લોકોને તંદુરસ્તી અને આરોગ્યની શિખામણ આપતો હતો તે એક સમયે 145 કિલો વજનનો હતો. તેમનું નામ ન્યૂટ્રિશન કંસલટેંટ જયદીપ ભુટા છે. જે આજે સુપર ફીટ છે. તેણે માત્ર વજન ઘટાડ્યું જ નહીં પરંતુ હેલ્થ ઈંડસ્ટ્રીમાં પણ મોટી શોધ કરી. તેણે વજન ઘટાડવા માટે એક એક્સપરિમેન્ટને પોતાની ઉપર ટ્રાય કર્યો અને આજે તે લાખો લોકોને ફિટ બનાવી રહ્યો છે. ચાલો જાણીએ ફેટ ટુ ફીટ થવાની જયદીપની જર્ની.

જયદીપ ભુતા મુંબઇમાં રહે છે. ફક્ત શાકાહારી ભોજન લેતો જયદીપ ઘણા સેલેબ્રિટીઝનાં પસંદગીનાં ન્યુટ્રિશનિસ્ટમાથી એક છે. જયદીપે કહ્યું કે, 2015માં તેનું વજન 145 કિલો અને તેની કમર 52 ઇંચ હતી. મને દરેક વખતે થાક લાગતો હતો. હું સીડી ચડી શકતો ન હતો. મારું સ્વાસ્થ્ય બગડવા લાગતુ હતુ. અને હું મારી અંદર નબળાઇ અનુભવતો હતો. પછી વિચાર્યું કે જો હવે મેં કંઇ કર્યું નહીં, તો કદાચ મોડું થઈ જશે.

બસ પછી શું હતું, દરેકની જેમ હું ઘણા ડોકટરો પાસે ગયો, જીમમાં ગયો, આહારમાં ફેરફાર કર્યો. પરંતુ આમાં ક્યારેક 5 કિલો તો ક્યારેક 7 કિલો જેટલો ઘટાડો થતો હતો. પરંતુ થોડા દિવસોમાં આ વજન ફરીથી વધવા લાગતુ હતુ. પછી મેં વિચાર્યું કે, મારે વજન કેવી રીતે ઓછું કરવું અને તેની પાછળનું વિજ્ઞાન શું છે તે સમજવું પડશે. ત્યારબાદ મેં 2 વર્ષ બાયો-મિકેનિક્સ અને એક્સરસાઇઝ સાયન્સનો અભ્યાસ કર્યો. આ પછી, અમેરિકાના બે ડોકટરોએ પણ મને આ વિષય વિશે ઉંડાણપૂર્વક જાણવા માટે ઘણી મદદ કરી.

જયદીપે આપેલા ઇન્ટરવ્યુમાં તેણે પોતાનો અનુભવ શેર કર્યો હતો. તે ગુજરાતી છે અને તેને ભોજનનો ખૂબ શોખ છે. તેમના ખોરાકમાં ચીપ્સ, સમોસા, રોટલી, ચોખા વગેરેનો સમવેશ થતો હતો. જેના કારણે તેમનું વજન ધીમે ધીમે 100 કિલોથી પણ વધી ગયું હતું. પરંતુ ત્યારબાદ તેમની મુશ્કેલીઓ વધવા માંડી. તેની સાઈઝનાં કપડા પણ ખૂબ જ મુશ્કેલથી મળતા હતા. આ ઉપરાંત તેઓ પગરખાંની દોરી પણ બાંધી શકતા નહોતા. તેમનાથી દસ મિનિટ પણ ઉભા રહેવાતું નહિ અને આ કારણે તેઓ કસરત પણ કરી શકતા ન હતા. અને આ રીતે જયદીપ એક ન્યૂટ્રિશન કંસલટન્ટ બન્યા. ધીમે ધીમે તેને સેલિબ્રિટી ક્લાયન્ટ્સ મળ્યાં. આજે ઘણા બોલીવુડ સ્ટાર્સ તેના ક્લાયન્ટ છે. જેમાં બોબી દેઓલ, માધુરી દીક્ષિત, વરૂણ ધવન, સ્વરા ભાસ્કરનો સમાવેશ થાય છે.

જયદીપનું કહેવું છે કે, આજની હેપ્ટિક જીવનશૈલીમાં મેદસ્વીપણું એક રોગચાળાની જેમ ફેલાઈ રહ્યું છે. ઘણા લોકો મેદસ્વી હોય છે. પરંતુ તેઓ પોતાનું વજન ઘટાડશે તેવો કોન્ફિડેન્સ રાખતા નથી. તેથી, આજના સમયમાં આહાર કરતાં વધુ કાઉન્સલિંગની જરૂર છે. ભારે વજન ધરાવતાં લોકોના મનમાં એ વાત બેસી જાય છે કે, તેમનું વજન ઓછું નહીં થાય. આવા લોકોને કાઉન્સલિંગ આપવી જોઈએ. જો તે લોકો શરીરનું વિજ્ઞાન સમજી લેશે તો તેઓ પણ આરામથી વજન ઘટાડી શકશે.

જયદીપ કહે છે કે, તેણે પહેલા પોતાનું 60 કિલો વજન ઓછું કર્યું અને ત્યારબાદ જ તેને પોતાને વિશ્વાસ મળ્યો કે તે કોઈ માટે કંઇક કરી શકે છે. તેના ટ્રાન્સફોર્મેશન બાદ આસપાસના લોકોએ વજન ઘટાડવા માટે તેની પાસે મદદ માંગી હતી. જયદીપે બોબી દેઓલને રેસ મૂવી માટે તૈયાર કર્યો હતો. તેણે જયદીપની કેટો ડાયેટની મદદથી 15 કિલો વજન ઘટાડ્યું હતું. તેણે માત્ર 3 મહિનામાં 12-15 કિલો વજન ઘટાડ્યું. જયદીપ દર અઠવાડિયે તેનો આહાર બદલતો હતો. સૉલ્જર અભિનેતા બોબી ડાયેટ સાથે કાર્ડિયો અને વેટ ટ્રેનિંગ પણ કરતો હતો.

જયદીપના મતે, સ્ટીરોઇડ્સ અને ફેટબર્નર્સનો ઉપયોગ ખુબ જ જોખમી છે. આજકાલ લોકો તેનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે. આ તમારા વાળનું ખરવું વધરે છે, હાર્ટ એટેક લાવે છે આ ઉપરાંત કિડનીને નુકસાન પહોંચાડે છે. મારું માનવું છે કે, આહાર સાથે વજન ઓછું કરવું થોડું મુશ્કેલ છે, પરંતુ તે સંપૂર્ણપણે યોગ્ય છે અને તે તમને ચોક્કસપણે પરિણામ આપશે.

વજન ઘટાડવા માટે તમે ઓછા કાર્બ આહારને ફોલો કરો. પરંતુ, આ માટે તમારે પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ લેવી જ જોઇએ કે જેથી તેના દ્વારા તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પડે. બધા પોષક તત્વો, વિટામિન વગેરેનું સેવન પણ જરૂર કરો. કારણ કે, તે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદગાર છે.

જયદીપે વાચકોને સંદેશ આપતા કહ્યું કે, તમારે પહેલા સમજવું જ જોઇએ કે તમારે શું કરવું છે. તે સંપૂર્ણ રીતે જાણો અને તે પછી જ કાર્ય શરૂ કરો. જો તમે તમારા શરીરનું વિજ્ઞાન સમજીને તમારું વજન ઓછુ કરશો, તો તમે જરૂર ફિટ થઈ જશો.

Be the first to comment on "આ ગુજરાતીએ ગણતરીના સમયમાં જ ઉતારી નાખ્યું 60 કિલો વજન- જાણો કેવી રીતે?"

Leave a comment

Your email address will not be published.


*