આખલાને હેરાન કરવો પડી ગયું ભારે, પિત્તો છટકતા કર્યો જાનલેવા હુમલો- વિડીઓ જોઇને હસી હસીને બેવડા વળી જશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

હાલમાં એક વિડીઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જે વિડીઓ જોવામાં તો ખતરનાક છે પણ તેમની સાથે તમે તમારું હસવું નહિ રોકી શકો. આ વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, કમ્પાઉન્ડની અંદર એક આખલો છે. આ આખલાને બહાર કાઢવા માટે કેટલાય લોકો દરવાજાની બહાર ઉભા છે. જયારે બહાર રહેલો એક વ્યક્તિ અંદર પહોચી જાય છે અને લાકડી વડે આખલાને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. જેને લઈને આખરે આખલાનો મગજ છટકે છે અને વ્યક્તિ પર હુમલો કરી દે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વિડીઓને લોકો ખુબ જ શેર કરી રહ્યા છે. આ વાયરલ વિડીઓને ઇન્ડિયન પોલીસ સર્વિલના અધિકારી રૂપેન શર્માએ શેર કર્યો છે. આ વિડીઓ તેમણે શેર કરતા કહ્યું છે કે, ‘આ બેલ મુજે માર…’ સાથે જ આ વિદીઓને જોઇને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલમાં આ વિડીઓને ૭ હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *