કુદરતે આ શું ધાર્યું છે! પાટણમાં ન્હાતા-ન્હાતા તો, સાબરકાંઠામાં અચાનક હાર્ટ એટેક આવતા મોત, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા પરિવારો

Published on Trishul News at 3:15 PM, Tue, 17 October 2023

Last modified on October 17th, 2023 at 3:15 PM

Two people died of heart attack in Gujarat: છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારમાંથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ ઍટેક ના આવવના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.લગ્નમાં નાચતી વખતે, ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે, બેઠા-બેઠા, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટઍટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. તે દરમિયાન 24 કલાકમાં હાર્ટ ઍટેક ને કારણે બે વ્યક્તિના(Two people died of heart attack in Gujarat) મોત નિપજ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર,પાટણમાં ન્હાતા સમયે હાર્ટઍટેક આવતા યુવકનું મોત તો પ્રાંતિજમાં પણ એક યુવકનું હાર્ટ ઍટેક થી મોત થયું છે.

ઘરે બાથરૂમમાં ન્હાતા સમયે આવ્યો હાર્ટ ઍટેક
પાટણમાં નવરાત્રીના તહેવાર વચ્ચે વધુ એક વ્યક્તિનું હાર્ટ ઍટેક થી મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર, પાટણમાં રાજુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનુ હાર્ટ ઍટેકથી મોત થયું છે. 56 વર્ષિય રાજુભાઈ પ્રજાપતિને ઘરે બાથરૂમમાં ન્હાતા સમયે હાર્ટ ઍટેક આવ્યો હતો. જેથી અફરાતફરીના માહોલ વચ્ચે પરિવારના લોકોએ તેમણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ફરજ પરના ડોક્ટરે તેમણે મૃત જાહેર કર્યા હતા.

પ્રાંતિજમાં યુવકનું હાર્ટ ઍટેક થી મૃત્યુ
અને બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ વધુ એક વ્યક્તિનું હાર્ટ ઍટેક થી મૃત્યુ થયું છે. માહિતી અનુસાર,સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના સાપડ ગામમાં વિષ્ણુભાઈ રાવળને અચાનક હાર્ટ ઍટેક આવતા તેમનું મોત થયું છે. આ તરફ વિષ્ણુભાઈ રાવળના હાર્ટ ઍટેકથી મોત બાદ પરિવારના લોકો સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અત્ર ઉલેખીનીય છે કે, તાજેતરમાં રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રાજકુમાર આહુજા નામનો યુવક અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી ઘરના સભ્યો તેને લઈને તરત જ હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા. ત્યાં ફરજ પર હાજર ડોકટરે રાજકુમારને મૃત જાહેર કર્યો હતા. ત્યારપછી પરિવારના લોકો પર આભ ફાટી પડ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટરએ યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ ઍટેક જણાવ્યું છે.

Be the first to comment on "કુદરતે આ શું ધાર્યું છે! પાટણમાં ન્હાતા-ન્હાતા તો, સાબરકાંઠામાં અચાનક હાર્ટ એટેક આવતા મોત, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા પરિવારો"

Leave a comment

Your email address will not be published.


*