દુશ્મની દેશોમાં ફેલાશે ભયનો માહોલ: ભારતીય સેનામાં AH-64E અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરનો થશે સમાવેશ, સેનાની તાકાતમાં કરશે વધારો

Published on Trishul News at 1:03 PM, Sun, 5 November 2023

Last modified on November 5th, 2023 at 1:07 PM

Apache Attack Helicopter News: ભારતીય સેનામાં ટૂંક સમયમાં AH-64E અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરનો સમાવેશ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જે દુશ્મનની કિલ્લેબંધીને ભેદવામાં માહિર છે. આર્મી રૂ. 5,691 કરોડના સોદા હેઠળ 6 હેવી-ડ્યુટી અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરને સામેલ કરવાની તૈયારી કરી રહી છે. AH-64E(Apache Attack Helicopter News) અપાચે એટેક હેલિકોપ્ટર હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો, હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ, બંદૂકો અને રોકેટથી સજ્જ છે. ફેબ્રુઆરી 2020માં અમેરિકા સાથે આ અંગેનો કરાર થયો હતો. અપાચે હેલિકોપ્ટરને ‘ટેન્ક ઇન ધ એર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. AH-64E અપાચે કોમ્બેટ હેલિકોપ્ટર આવતા વર્ષે ફેબ્રુઆરી અને જૂન વચ્ચે આપવામાં આવશે.

અપાચે હેલિકોપ્ટર ઘણું ઘાતક છે અને તેના અધિગ્રહણ બાદ ભારતીય સેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અપાચેસ વિવિધ પ્રકારના હથિયારો લઈ જવા માટે સક્ષમ છે. જેમાં હેલફાયર અને સ્ટિંગર મિસાઈલ તેમજ હાઈડ્રા રોકેટ સામેલ છે. હેલિકોપ્ટર 1,200 રાઉન્ડ સાથે 30 એમએમ ચેઇન ગનથી પણ સજ્જ છે. 360 ડિગ્રી કવરેજ સાથે, AH-64E અપાચે એટેક હેલિકોપ્ટરની ફાયરપાવર વધુ વધે છે. નાઇટ વિઝન સિસ્ટમ માટે નોઝમાઉન્ટેડ સેન્સર સ્યુટ છે જે તેની ક્ષમતાઓને વધુ વધારે છે.

આ હેલિકોપ્ટર દિવસ-રાત અને કોઈપણ હવામાનમાં કામ કરી શકે છે. આ હેલિકોપ્ટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેને રડાર પર પકડવું મુશ્કેલ બની શકે છે. AH-64E અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરની ગણતરી વિશ્વના સૌથી ઘાતક હેલિકોપ્ટરમાં થાય છે. તે મિસાઈલોની સાથે સાથે ઘણી હાઈ-ટેક ટેક્નોલોજીથી સજ્જ છે. તેનો ઉપયોગ કોઈપણ મુશ્કેલ ઓપરેશન માટે થઈ શકે છે. આ હેલિકોપ્ટરની સાથે, IAF એ 8,048 કરોડ રૂપિયામાં 15 હેવી-લિફ્ટ ચિનૂક હેલિકોપ્ટર સામેલ કર્યા છે. નેવીને ફેબ્રુઆરી 2020માં રૂ. 15,157 કરોડના સોદા હેઠળ MH-60 રોમિયો મલ્ટિ-મિશન હેલિકોપ્ટરની પ્રથમ બેચ મળી હતી.

અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગે ભારતીય સેના માટે અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપની ભારતીય સેનાને કુલ 6 AH-64E અપાચે હેલિકોપ્ટર આપવાની છે. અપાચે હેલિકોપ્ટર વિશ્વના સૌથી હાઇટેક કોમ્બેટ હેલિકોપ્ટરમાંથી એક છે. યુએસ આર્મી આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આવતા વર્ષે 6 નવા અપાચે હેલિકોપ્ટરને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે.

Be the first to comment on "દુશ્મની દેશોમાં ફેલાશે ભયનો માહોલ: ભારતીય સેનામાં AH-64E અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરનો થશે સમાવેશ, સેનાની તાકાતમાં કરશે વધારો"

Leave a comment

Your email address will not be published.


*