ખૂબ જ ઝડપથી વજન ઘટાડવાની આ છે વિદેશી રીત, તમે પણ અનુસરી શકો છો

Published on: 7:46 pm, Thu, 17 June 21

જાપાની લોકો વજન ઓછું કરવા માટે સવારની શરૂઆત હૂંફાળા પાણી અને કેળાથી કરે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર તેનાથી વજન ઝડપથી ઓછું થાય છે અને આ એક સાયન્ટિફિક રીત છે.

આ રીતે ઘટે છે વજન
એક્સપર્ટના જણાવ્યા અનુસાર હૂંફાળું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ વધે છે. મેટાબોલિઝમ વધે એનો અર્થ એ છે કે ફેટ બર્ન કરવાનો પાવર વધવો. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કેળા ખાવાથી બોડી ને ભરપૂર એનર્જી મળે છે અને પેટ ભરેલું રહે છે. તેનાથી શરીરને કંઈ ખાવાની ઈચ્છા ઓછી થાય છે જ્યારે વ્યક્તિ ખાવાનું ઓછું ખાય છે તો વજન કંટ્રોલમાં રહે છે.હૂંફાળું પાણી અને કેળાનું કોમ્બિનેશન લેવાથી ડાયજેશન સુધરે છે જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

હૂંફાળું પાણી અને કેળા ખાવાના અન્ય ફાયદા

મેદસ્વિતા ઘટશે
હૂંફાળું પાણી પીવાથી બોડીના ટોકિસન્સ બહાર નીકળે છે અને મેટાબોલિઝમ વધે છે. તેના અડધા કલાક બાદ કેળું ખાવાથી ભરપૂર એનર્જી મળશે અને સાથે પેટ ભરેલું રહેશે. આ કોમ્બિનેશન સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે.

પેટની સમસ્યા
કાળુ પાણી પીધા બાદ કેળું ખાશો તો પેટ સાફ રહેશે અને ડાઈજેશન સુધરશે. તેનાથી કબજિયાત, એસીડીટી અને ગેસની પ્રોબ્લેમ દૂર થશે.

એનર્જી
રોજ સવારે કેળું ખાવાથી ભરપૂર એનર્જી મળે છે તેનાથી નબળાઈ દૂર થશે અને બોડી એક્ટીવ રહેશે.

હેલ્ધી સ્કિન
હૂંફાળા પાણી થી બોડીના ટોકીસન્સ બહાર નીકળશે.કેળા થી વિટામિન B6 અને C ભરપૂર મળશે. આ કોમ્બિનેશન સ્કિન ગ્લો વધારવામાં મદદ કરશે.

કિડની
ખારું પાણી પીવાથી બોડીના ટોકિસન્સ બહાર નીકળશે.કેળાથી પૂરતા પ્રમાણમાં પોટેશિયમ, કેલ્શિયમ,વિટામિન બી6 અને C જેવા ન્યૂટ્રીએન્ટ્સ મળશે તેનાથી કિડની ડીસીઝ નો ખતરો મળશે.