આ રીતે ઘરેલું ઉપચારોથી માથામાં પડેલી ટાલ ઉપર લાવો જથ્થાબંધ વાળ, 7 દિવસમાં જોવા મળશે પરિણામ

શું તમે પણ માથામાં પડેલી ટાલથી પરેશાન છો? હાલના સમયમાં દરેક લોકોને કેમિકલવાળા ખરાબ પાણીના કારણે વાળ ઊતરવાની સમસ્યા રહેતી હોય છે. વાળ એ ચહેરાની…

શું તમે પણ માથામાં પડેલી ટાલથી પરેશાન છો? હાલના સમયમાં દરેક લોકોને કેમિકલવાળા ખરાબ પાણીના કારણે વાળ ઊતરવાની સમસ્યા રહેતી હોય છે. વાળ એ ચહેરાની સુંદરતાનો મહત્ત્વનો ભાગ છે. જેઓના માથા પર પાંખા વાળ હોય છે તેઓ પોતાના દેખાવ બાબતમાં ઓછો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. આમેય માથા પરના ગાઢા વાળ યુવાની અને સુંદરતાનું પ્રતીક છે.

વિજ્ઞાનીકોના રીસર્ચ અનુસાર, વાળ ખરતા રોકવા માટે વધારે માત્રામાં પાણી પી અને અન્ય પોષણક્ષમ પ્રવાહી પદાર્થોનું સેવન વધુ કરીને પણ તમે ખરતા વાળ અટકાવી શકો છો. થોડાં પ્રમાણમાં વાળનું ખરવું એ સામાન્ય પ્રક્રિયા છે. કારણ કે વાળની વૃદ્ધિ અને ક્ષયના ચક્રમાં એક તબક્કો ખરવાનો પણ હોય છે. પચાસથી એકસો પચાસ સુધીના વાળનું રોજ ખરવું એ સામાન્ય બાબત છે. પરંતુ તેનાથી વધુ ઝડપે વાળ ખરવા અને ધીમી ગતિએ વાળનું વધવું એ ટાલ તરફ દોરી જાય છે. કેટલીક વાર નવા ઊગતા વાળ પાતળા અને ટૂંકા હોય તો પણ વાળનો જથ્થો ઘટે છે.

ખરતા વાળ માટેના ઘરેલું ઉપચારો:

માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે.

દિવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહીં.

ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.

ચણાને છાશમાં પલાળી ચણા એકદમ પોચા થાય ત્યારે માથા પર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.

તલના ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે.

આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખા ભાગે લઈને વાટીને પાવડર બનાવી તેને સવારસાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.

લીમડાના પાનને પાણીમાં વાટીને તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.

વાળ ખરી પડતા હોય તો તેમાં ગોરાળુ માટી પલાળી ,લીંબુના રસને મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.

કાંદાનો રસ માથામાં ભરવાથી જુ મરી જાય છે.

ગરમ પાણીમાં આમળાનો ભૂકો નાખી ઉકાળી એ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે. તદુપરાંત છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *