કોરોનાની મહામારી દરમિયાન વેકસીનેશન સર્ટીફીકેટ ને આ રીતે પાસપોર્ટ સાથે કરો લિંક, ખૂબ જ સરળ છે પ્રોસેસ

કોરોના મહામારી વચ્ચે હાલમાં જે નવા નિયમો આવ્યા છે તે મુજબ કોઈપણ વ્યક્તિ ભારતથી વિદેશની યાત્રા પર જવા ઈચ્છે છે તો તેણે પાસપોર્ટ ની સાથે…

કોરોના મહામારી વચ્ચે હાલમાં જે નવા નિયમો આવ્યા છે તે મુજબ કોઈપણ વ્યક્તિ ભારતથી વિદેશની યાત્રા પર જવા ઈચ્છે છે તો તેણે પાસપોર્ટ ની સાથે વેક્સિન સર્ટિફિકેટને લિંક કરવાનું જરૂરી બન્યું છે. આ સાથે જો તમને વેક્સિનના બંને ડોઝ લાગી ચૂક્યા છે તો તમે સરળ રીતે કોવીડ વેક્સિનેશન સર્ટીફીકેટ ને પાસપોર્ટ ની સાથે જોડી શકો છો.

સૌપ્રથમ તમારે cowin.gov.in પર જાઓ. અહીં લોગીન કર્યા બાદ હોમ પેજ પર સપોર્ટ સેકશન ને ક્લિક કરવાનું રહે છે. તમે જ્યારે સપોર્ટ સેક્સન ને ક્લિક કરશો તો તમારી સામે ત્રણ વિકલ્પ Frequently Asked Questions, સર્ટીફીકેટ કરેકશન અને contact us જોવા મળશે. હવે ત્રણેમાંથી સર્ટીફીકેટ કરેક્શન ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહે છે. અહીં ક્લિક કર્યા બાદ તમારી સામે Raise an Issue ઓપ્શન ખુલશે.

Raise an Issue ઓપ્શનમાં Add Passport Details સાથે ફરીથી ત્રણ વિકલ્પ મળશે જેમાં તમે Add Passport Details ના ઓપ્શન પર ક્લિક કરો અને સાથે તમે જે વ્યક્તિના પાસપોર્ટને સર્ટિફિકેટ સાથે જોડવા ઈચ્છો છો તો તેની પસંદગી કરો આ પછી વ્યક્તિ નો પાસપોર્ટ નંબર નાખો અને પછી submit request પર ક્લિક કરો. આ પ્રક્રિયાને કર્યા બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *