આ રીતે ઘરે જ બનાવો રેસ્ટોરેન્ટ જેવી પંચમેળ દાળ, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો

દોસ્તો આપણે સૌને ખબર છે કે ગુજરાતીઓ હરવું ફરવું ગમે અને ખાણી-પીણી માટે ખુબજ પ્રખ્યાત છે. આપણે ઘણી વાર જે વાનગી હોટેલ આપણે ખાઈએ છે…

દોસ્તો આપણે સૌને ખબર છે કે ગુજરાતીઓ હરવું ફરવું ગમે અને ખાણી-પીણી માટે ખુબજ પ્રખ્યાત છે. આપણે ઘણી વાર જે વાનગી હોટેલ આપણે ખાઈએ છે એ વાનગી જયારે આપણે ઘરે બનાવીયે તો એના જેવો ટેસ્ટ આવતો નથી. ત્યારે આજે અમે તમને પંચમેળ દાળ ઘરે જ બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી
1/4 કપ – મગની દાળ
1/4 કપ – તુવેર દાળ

1/4 કપ – મસૂરની દાળ
1/4 કપ – ચણાની દાળ
1/4 કપ – અડદની દાળ

1 ચમચી – હળદર
1 ચમચી – ધાણાજીરૂ
1 ચમચી – લાલ મરચું

2 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું

વઘાર માટેની સામગ્રી
અડધી ચમચી – જીરૂ
અડધી ચમચી – રાઇ
1 ચમચી – હીંગ

3 – સમારેલા મરચાં
2 – સમારેલા ટામેટા
2 – સમારેલી ડુંગળી

1 ચમચી – આદુ અને લસણની પેસ્ટ
2 ચમચી – ધી
અડધી ચમચી – ગરમ મસાલો

બનાવવાની રીતી
પંચમેળ દાળ બનાવવા માટે સૌ પ્રથમ બધી દાળને સાફ કરીને ધોઇ લો અને 10 મિનિટ માટે એક વાસણમાં પલાળી રાખો. ત્યારબાદ એક કૂકરમાં પાણી નાખીને તેમા આ પાંચ દાળ, હળદર, ધાણાજીરૂ, લાલ મરચું અને મીઠું ઉમેરી બાફી લો. 3 સીટી વાગ્યા બાદ ગેસ બંધ કરી લો. ત્યારબાદ આ દાળને એક ચમચા વડે બરાબર મેશ કરી લો.

વઘાર કરવાની રીત
વઘાર કરવા માટે સૌ પ્રથમ એક પેનમાં 2 મોટી ચમચી ઘી ગરમ કરો. બાદમાં મધ્યમ આંચ પર ઘીમાં રાઇ, જીરૂ ઉમેરો. ત્યારબાદ તેમાં હીંગ, ગરમ મસાલો, લીલુ મરચુ અને આદુ-લસણની પેસ્ટ નાખી સાંતળી લો. તેમા ડુંગળીને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમા ટામેટા ઉમેરીને 2થી 3 મિનિટ રાખો. મસાલો બરાબર સાંતળી લો અને પછી તેમા બાફેલી દાળ મિક્સ કરીને 4-5 મિનિટ સુધી મધ્યમ આંચ પર ઉકાળો. હવે ગેસ બંધ કરીને કોથમીર અને મરચાંથી ગર્નીશ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *