હવે આ રીતે ઘરે જ બનાવો બહાર જેવી ટેસ્ટી ‘વેજીટેબલ મોમોઝ’ -જોઇને જ આવી જશે મોંમાં પાણી

Vegetable Momos recipe: આપણે સૌને ખબર છે કે ગુજરાતીઓ બે વસ્તુઓ માટે ઘણા જ જાણીતા છે. એક તો તેમને હરવું-ફરવું ગમે અને બીજુ ખાણી-પીણી માટે…

Vegetable Momos recipe: આપણે સૌને ખબર છે કે ગુજરાતીઓ બે વસ્તુઓ માટે ઘણા જ જાણીતા છે. એક તો તેમને હરવું-ફરવું ગમે અને બીજુ ખાણી-પીણી માટે ખુબ જ પ્રખ્યાત છે. આપણે ઘણીવાર એવું વિચાર કરતા હોઈએ છે કે જે વાનગી હોટેલ આપણે ખાઈએ છે એ વાનગી જયારે આપણે ઘરે બનાવીયે તો એના જેવો ટેસ્ટ આવતો નથી. તો આજે તમને હોટેલમાં મળે એવા જ સ્વાદિષ્ટ વેજીટેરીયન મોમોઝ(Vegetable Momos recipe) ઘરે બનાવવાની રીત જણાવીશું…

સામગ્રી- મોમોઝ માટે:
1 કપ – મેંદો
1 ચમચી – તેલ
જરૂરિયાત મુજબ – પાણી
સ્વાદાનુસાર – મીઠું

સ્ટફિગં માટે
1 ચમચી – તેલ
1/2 નંગ – ડુંગળી (સમારેલી)

1 નંગ – લીલા મરચું (સમારેલું)
1/2 ચમચી – આદુ-લસણની પેસ્ટ
1 કપ – કોબીજ

1 નંગ – ગાજર
1/2 કપ – પનીર
1 ચમચી – સોયાસોસ

1 ચમચી – વિનેગર
સ્વાદાનુસાર – મીઠું
2 ચમચી કોથમીર

બનાવવાની રીત
મોમોઝ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, તેલ, મીઠું અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને લોટ બાંધ્યા બાદ એક કલાક માટે સાઇડમાં રાખી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમા ડુંગળી ઉમેરીને નરમ થાય ત્યાં સુધી ચઢવા દો. હવે તેમા લીલા મરચા અને આદુ-લસણની પેસ્ટ ઉમેરીને તેને સાંતળી લો. ત્યારબાદ તેમા કોબીજ ઉમેરીને ધીમી આંચ પર એક મિનિટ માટે ચઢવા દો. ત્યારબાદ તેમા પનીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને સોયા સોસ, વિનેગર ઉમેરી મિક્સ કરો.

ત્યારબાદ તેમા કોથમીર ઉમેરી ગેસ બંધ કરી લો. હવે થોડોક મેંદો લઇને નાના બોલની જેમ ગોળ કરી લો. હવે તેને રોટલીની જેમ વણી લો અને તેમા વચ્ચે તૈયાર સ્ટફિંગ ભરી લો. હવે કિનારીથી બંધ કરી લો. આ જ રીતે બધા મોમોઝ બનાવી લો. હવે પેનમાં પાણી ગમર કરી એક ટ્રેમાં કોબીજના પાન રાખીને તેની પર તૈયાર મોમોઝ મુકો. હવે તેને ઢાંકીને સ્ટીમરની સાથેમાં 10 મિનિટ સુધી ચઢવા દો. તમારા મોમોઝ બનીને તૈયાર છે. હવે તેને સોસની સાથે સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *