જાણો છોકરીઓને કેમ ખબર પડે છે કે, આ છોકરો તેની સાથે સાચો પ્રેમ કરે છે કે ટાઇમ-પાસ. જાણો અહીં

1470
TrishulNews.com

દરેક છોકરી એવું ઈચ્છતી હોય છે કે તેમનો પ્રેમી તેમને ખુબ પ્યાર કરે અને જીવનની તમામ સ્થિતિમાં તેમની સાથે જ રહે. પરંતુ એ ખબર કઈ રીતે પડે કે તમારો પાર્ટનર કે પ્રેમી ખરેખર તમને અત્યંત પ્રેમ કરે છે અને તમને પામવા માટે કંઈ પણ કરી શકે છે? તો એ માટે અમે લઈ લાવ્યા છીએ એવી કેટલીક સાઈન્સ જેને તમે ઑબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે તમે જે પુરૂષને પ્રેમ કર્યો છે એ ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં.

છોકરી તો પેલા એ જોવે છે કે આ વ્યક્તિને મારી સિવાય બીજામાં રસ તો નથી ને. તે સાથે સાથે તેની જાસુસી પણ કરે છે. કે આ મારી સાથે જે કરે છે તે કોઈ બીજી છોકરી સાથે તો નહિ કરતો ને. છોકરીઓ એક જ નજરમાં વ્યક્તિને ઓળખી જાય છે કે આ વ્યક્તિ તેની સાથે કેટલો સમય રહશે.

સાચો પ્રેમી ક્યારેય લૂક્સ જોઈને પ્રેમ નથે કરતો. પરંતુ જો તમારો પ્રેમી તમારા લૂક્સને લઈને કે તમારી ફેશન સ્ટેટમેન્ટને લઈને તમને કંઈક કહે છે તો તમારે એ બાબતને બારીકાઈથી ઑબ્ઝર્વ કરવી જોઈએ કે તમારો સાથી તમારા નિખાર માટે અને તમને કોઈ સ્ટાઈલ શૂટ થાય એ માટે કોઈ કમેન્ટ કરે છે કે તેને માત્ર તમારી સુંદરતાથી જ નિસ્બત છે એટલે તે એવું કહે છે? એવા સમયે તમારા પ્રેમીએ તમારા માટે વાપરેલા શબ્દો પરથી તમે આસાનીથી નક્કી કરી શકશો.

છોકરી જયારે બીમાર પડે ત્યારે છોકરો એક-એક વાત નું ધ્યાન રાખતો રહે છે. અને મીનીટે-મીનીટે તેનો હાલ પૂછતો રહે છે. એટલે છોકરી સમજી જાય છે કે આ મને ખુબ પ્રેમ કરે છે પણ આ મને કહી નથી શકતો. એટલે છોકરીને વિશ્વાસ બેસી જાય છે કે આ ફક્ત મને જ પ્રેમ કરે છે, અને મને મુકીને કોઈ દિવસ બીજી છોકરી પાસે નહિ જાય.

આ ઉપરાંત તમને કોઈક નાનામાં નાની બીમારી થઈ હોય કે તમારા લાભની કોઈક બાબત હોય એ વિશે તો તમારો પાર્ટનર તમને વઢે કે તમને સાફ સાફ શબ્દોમાં કહી દે તો સમજી જવાનું કે તેને તમારી ખૂબ ચિંતા છે. આ સિવાય તમે ક્યાંક બહાર ગયા હો અને તમારી આસપાસ સેંકડો સુંદર અને હોટ છોકરીઓ હોય અને જો તમારો પાર્ટનર તમારામાં જ રમમાણ હોય તો તમારે સમજી જવાનું કે તેના માટે આ જગતની સૌથી સુંદર સ્ત્રી એક જ છે એ સ્ત્રી તમે છો.

Loading...

Loading...