આ છે દુનિયાની સૌથી વધારે ભીડ વાળી ટ્રેન, પરંતુ આ ભારતમાં નથી

ભારતની ટ્રેનમાં તહેવારો, રજાઓ અને પરીક્ષાઓના સમયે તમે ખૂબ ભીડ જોઈ હશે. લોકો ઘણા પ્રકારના જોખમ ઉઠાવીને ટ્રેનમાં જાય છે.પરંતુ દુનિયામાં એક એવી જગ્યા પણ…

ભારતની ટ્રેનમાં તહેવારો, રજાઓ અને પરીક્ષાઓના સમયે તમે ખૂબ ભીડ જોઈ હશે. લોકો ઘણા પ્રકારના જોખમ ઉઠાવીને ટ્રેનમાં જાય છે.પરંતુ દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં એક વિશેષ આયોજન માટે લોકો ઉપર એવી રીતે ચડી જાય છે કે આખી ટ્રેન જ દેખાતી નથી. એવું લાગે છે કે લોકો એકબીજા ઉપર ચડીને પાટા ઉપર દોડી રહ્યા છે. આવો જાણીએ આ વિશેષ આયોજન વિશે, ટ્રેન અને ત્યાંના લોકો વિશે…

આ દેશનું નામ છે બાંગ્લાદેશ, અહીંયા હજ યાત્રા બાદ દુનિયાનું સૌથી મોટું વાર્ષિક આયોજન થાય છે. જ્યાં લાખોની સંખ્યામાં મુસલમાન આવે છે. આયોજન નું નામ છે વિશ્વ ઈજતેમા. બાંગ્લાદેશની રાજધાની ઢાકા ની બહારના ભાગમાં ટોંગીમાં તુરંગ નદીના કિનારે થાય છે આ ધાર્મિક સંમેલન.

આ બે દિવસીય વાર્ષિક સંમેલનમાં આવવા માટે લોકો ટ્રેનની ટિકિટ લે છે કે નહીં એ તો ખબર નથી પરંતુ ટ્રેનની છત ઉપર, બારીઓ સાથે લટકી, દરવાજા પાસે જુલીને, એન્જિનને આગળ ભાગમાં માણસો જ માણસો જોવા મળે છે. આ સંમેલન ૧૦ થી ૧૨ જાન્યુઆરી સુધી ચાલે છે.

આ સંમેલનમાં ઇસ્લામના વિવિધ ધાર્મિક પક્ષ ઉપર ચર્ચા થાય છે. જેમાં પૂરી દુનિયા માંથી હજ યાત્રા કરી આવેલા મુસલમાન બિરાદરો સામેલ થાય છે. આયોજન માટે 1967માં ઢાકાની બહાર ૧૬૦ એકર જમીન ફાળવવામાં આવી હતી. અહીંયા જ આ સંમેલન થાય છે.

હજુ આ સંમેલનનો એક જ ભાગ પૂરો થયો છે. બીજો ભાગ 17થી 19 જાન્યુઆરી સુધી થશે. લોકો અહીં આવવા માટે ટ્રેન એ જ નહિ પરંતુ બસ અને હોડીનો ઉપયોગ પણ કરે છે.

ટ્રેનોમાં જગ્યા ન મળે તો લોકો હોળી તેમજ સ્ટીમર થી તુંગરી નદીના કિનારે આયોજિત થનાર વિશ્વ ઈ જતેમા માં તેમાં માં પહોંચે છે. લોકો આ દરમિયાન પોતાના જીવના જોખમે પહોંચે છે. કેટલીક વાર લોકો એવી હરકતો કરે છે કે તેને વાગી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *