આ છે દુનિયાના સૌથી વિચિત્ર રેસ્ટોરન્ટ, જાણો એવું તે શું છે તેમાં….

ઘરે જ્યારે કંટાળો આવે, ઘણા દિવસથી બહાર જવાનું ન થયું હોય તો તમે પરીવાર સાથે સપ્તાહમાં એકવાર બહાર જમવા જરૂરથી જાઓ છો. આમ કરવાનું કારણ…

ઘરે જ્યારે કંટાળો આવે, ઘણા દિવસથી બહાર જવાનું ન થયું હોય તો તમે પરીવાર સાથે સપ્તાહમાં એકવાર બહાર જમવા જરૂરથી જાઓ છો. આમ કરવાનું કારણ હોય છે કે નવી જગ્યા વિશે જાણી શકાય અને પરીવાર સાથે સમય પસાર કરી ભોજનની મજા માણી શકાય. પરંતુ શું તમે એવા રેસ્ટોરન્ટમાં ક્યારેય ગયા છો જ્યાં અંધારું હોય, બરફ છવાયેલો હોય કે પછી તમને અંદર ગુપ્ત રીતે લઈ જવામાં આવે ? આજે તમને દુનિયાના આવા  જ 3  વિચિત્ર રેસ્ટોરન્ટ વિશે જાણવા મળશે જે પોતાના ગ્રાહકોને આવી જ વિચિત્ર રીતે ભોજન પીરસે છે.

ધ યર્ટ, યૂએસએ

ટ્રાવેલિંગ અને એડવેંચરના શોખીન લોકો માટે આ રેસ્ટોરન્ટ બેસ્ટ વિકલ્પ છે. આ રેસ્ટોરન્ટ અમેરિકામાં આવેલું છે અને ત્યાં સુધી પહોંચવા માટે તમારે ગીચ જંગલમાંથી પસાર થવું પડે છે. જો કે આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે અહીં શેફ ગ્રાહકની નજરની સામે જ તેના માટે ભોજન તૈયાર કરે છે.

અલ્ટ્રાવાયોલેટ, ચીન

દુનિયાના સૌથી અનોખા રેસ્ટોરન્ટની વાત આવે તો ચીન પાછળ રહી ન શકે. ચીનના શાંઘાઈમાં એક રહસ્યમયી બિલ્ડિંગ છે. અહીં રોજ સાંજ 10 મહેમાનો માટે જ 20 કોર્સનું મેન્યૂ તૈયાર કરવામાં આવે છે. જે લોકોને આ રેસ્ટોરન્ટમાં ભોજન કરવા જવું હોય છે તેમને એક નિર્ધારિત જગ્યાએ બોલાવવામાં આવે છે અને ગુપ્ત રીતે તેમની એન્ટ્રી રેસ્ટોરન્ટમાં થાય છે. એટલા માટે જ આ બિલ્ડિંગ વિશે કોઈ જાણી શકતું નથી.

ચિલઆઉટ આઈલ લાઉંજ, દુબઈ

નામ પરથી જાણવા મળે છે કે આ રેસ્ટોરન્ટને આઈસ સાથે સંબંધ છે. જી હાં આ રેસ્ટોરન્ટમાં ફર્નીચરથી લઈ સજાવટની દરેક વસ્તુ બરફથી બનેલી છે. માત્ર પ્રવાસીઓ માટે બેસવાની ચેર પર એક્રેલિક પેડ લગાવવામાં આવ્યા છે. અહીં આવનાર મહેમાનને જો વધારે ઠંડી લાગે તો તેને અહીં ઘેંટાની ચામડીમાંથી બનેલા જેકેટ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *