કોરોનાના સમયમાં પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને આપ્યા હતા આ મહામુલ્ય સંદેશ- જેનાથી આખો દેશ ધ્રુજી ગયો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન કર્યું છે.તેઓ ફક્ત 16 મિનિટ જ બોલ્યા હતા.કોરોનાનાં સમયમાં આ તેમનું આજ સુધીનું સૌથી ટુંકુ સંબોધન હતું.તેમણે આજ સુધીમાં…

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન કર્યું છે.તેઓ ફક્ત 16 મિનિટ જ બોલ્યા હતા.કોરોનાનાં સમયમાં આ તેમનું આજ સુધીનું સૌથી ટુંકુ સંબોધન હતું.તેમણે આજ સુધીમાં સૌથી ટુંકો 12 મિનિટનો સંદેશ 3 એપ્રિલે આપ્યો હતો.તે વખતે તેમણે પ્રજાને 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગે ઘરોની લાઈટ બંધ કરીને દીવો,મિણબત્તી કે મોબાઈલ ફ્લેશ કરવાં માટે માંગણી કરી હતી.

તારીખ જાહેરાત સમય
19 માર્ચ જનતા કર્ફ્યૂની જાહેરાત 29 મિનિટ
24 માર્ચ 21 દિવસનું લોકડાઉન 29 મિનિટ
3 એપ્રિલ દીપ પ્રગટાવવા અપીલ 12 મિનિટ
14 એપ્રિલ લોકડાઉન-2ની જાહેરાત 25 મિનિટ
12 મે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત 33 મિનિટ
30 જૂન અન્ન યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત 16 મિનિટ

 

નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં મુખ્યપણે ગરીબો પર ધ્યાન દોર્યું.તેમા એમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન્ યોજનાને નવેમ્બરના અંત સુધી વધારવાની જાહેરાત કરી.તે પ્રમાણે સરકાર દર મહિને પરિવારના દરેક સભ્યને 5 કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા ફ્રીમાં આપવામાં આવશે.આ સાથે દરેક પરિવારને દર મહિને 1 કિલો ચણા પણ વિના મૂલ્યે આપવામાં આવશે.પ્રધાનમંત્રીએ આગળ જણાવતાં કહ્યું કે,આ યોજનાના વિસ્તારમાં 90,000 કરોડથી વધારે ખર્ચ થશે.છેલ્લા 3 મહિનાના ખર્ચને આ સાથે જોડી દેવામાં આવે તો તે ખર્ચ લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા થાય છે.

પ્રધાનમંત્રી મોદીએ અત્યાર સુધીમાં 9 વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું.

8 નવેમ્બર 2016 નાં રોજ કાળાનાણાં પર અંકૂશ મેળવવા માટે રૂ.500 અને રૂ.1000ની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી.

15 ફેબ્રુઆરી 2019 નાં રોજ પુલવામામાં CRPFના 40 જવાનની શહીદી બાદ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો હતો.

27 માર્ચ 2019 નાં રોજ મોદીએ જણાવતાં કહ્યું હતું,કે DRDOના વૈજ્ઞાનિકોએ લોઅર અર્થ ઓર્બિટમાં 1 લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો હતો.

8 ઓગસ્ટ,2019 નાં રોજ જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 પૂરી કર્યા બાદ મોદીએ 8 ઓગસ્ટ,2019ની રાતે 8 વાગે દેશને સંબોધિત કર્યો હતો.

7 સપ્ટેમ્બર 2019 નાં રોજ ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતરતા પહેલા સંપર્ક તૂટ્યા બાદ વૈજ્ઞાનિકોનો જોશ વધાર્યો હતો.

9 નવેમ્બર 2019 નાં રોજ અયોધ્યાની ચર્ચા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય અને પંજાબમાં કરતારપુર કોરિડોર અંગેની વાત કરી

3 એપ્રિલ 2020 અને 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગે 9 મિનિટ માટે ઘરની લાઈટ બંધ કરીને ધાબા કે ગેલેરીમાં દીવો પ્રગટાવવા અપીલ કરવી.

14 એપ્રિલ 2020 નાં રોજ દેશભરમાં લાગેલા લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું હતું.

30 જૂન 2020 નાં રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બરના અંત સુધી લંબાવવાની જાહેરાત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *