આ છે વિશ્વની સૌથી નાની ગૌમાતા: એટલી સુંદર છે કે, વિડીયો જોઇને દિલ ખુશ થઇ જશે

Published on: 7:47 pm, Fri, 9 July 21

કોરોના મહામારીના લોકડાઉન વચ્ચે બાંગ્લાદેશમાં 20 ઇંચની વામન ગાય રાનીને જોવા હજારો લોકો ઉમટ્યા છે. તેના માલિકનો દાવો છે કે તે વિશ્વની સૌથી નાની ગાય છે. પાટનગર ઢાકા નજીક એક ફાર્મમાં મળી 23 મહિનાની ગાય રાતોરાત બાંગ્લાદેશી મીડિયામાં સ્ટાર બની ગઈ છે. આ ગાયની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે.

મો થી પૂંછડી સુધીની રાની નામની આ ગાયની લંબાઈ 26 ઇંચ છે. 23 મહિનાની ગાયની તુલનામાં તેનું વજન પણ માત્ર 26 કિલો છે. આ ગાયના માલિકોનો દાવો છે કે તે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી સૌથી નાની ગાય કરતા ચાર ઇંચ નાની છે. જો કે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી નાની ગાય તરીકે હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ગાયનમાં માલિકનું નામ હસન હોલાદર છે. તેમનું ફરમ હાઉસ બાંગ્લાદેશની રાજધાની ઢાકા સામે ચારીગ્રામમાં આવેલ છે. ગાયના માલિક હસન હોલાદરે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં રાનીનું સૌથી નાની ગાય તરીકે નામ દાખલ કરવા માટે આવેદન પણ આપવામાં આવ્યું છે.

રાની ગામને જોવા આવતા લોકો તેમને જોઇને લોકોને નવી લાગે છે. હસન હોલાદર મીડિયાના માણસોને અને તેમને જોવાને રાનીની લંબાઈ માપીને પણ બતાવે છે અને સાથે તે ગાયનું વજન પણ માપે છે. એક મુલાક્તિએ રીના બેગમે કહ્યું છે કે મેં હજુ સુધી પોતાના જીવનમાં આવું ક્યાય જોયું નથી. આ સૌથી નાની ગાયને પહેલી વાર જોઈ રહું છું.

ગાયના માલિકે કહ્યું છે કે તેમને રાનીને ચલાવવા માટે ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તે બીજી ગયો કરતા ડરે છે. જેથી આ ગાયને બધાથી અલગ રાખવામાં આવે છે. સાથે તેમણે કહ્યું છે કે રાની ઓછુ ખાય છે.  ગાયને ફરવાનું ખુબ જ પસંદ છે.

હાલમાં દુનિયાની સૌથી નાની ગાયનો રેકોર્ડ માણિક્યમના નામે છે. આ ગાય ભારતના કેરલ રાજ્યની છે. ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં જણાવ્યા અનુસાર, ૨૦૧૪ માં માણિક્યમ ગાયની ઉંચાઈ ૨૪ ઇંચ હતી. હોલદારે કહ્યું છે કે રાનીને દુનિયાની સૌથી નાની ગાય જાહેર કરવા માટે ૩ મહિનાનો સમય માંગવામાં આવ્યો છે.

હોલસ્ટેઇન બ્રીડ નામની એક ગાય વિશ્વની સૌથી ઊંચી ગાય હતી. તે વર્ષ 2015માં મૃત્યુ પામી હતી. આ એક અમેરિકી ગાય હતી. આ ગાયનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું હતું. આ ઊંચી ગાયની ઊંચાઈ 6 ફુટ 2.8 ઈંચ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.