માત્ર ચોથા ધોરણમાં ભણતો આ બાળક એક પગ વડે રમે છે ફૂટબોલ, વિડીયો જોયને તમને પણ વિશ્વાસ નહિ આવે

દુનિયા પર દરેક લોકોમાં કઈક અલગ જ ખૂબી જ ધરાવતા હોય છે. જિંદગીમાં કેટલીક વાર એવી ક્ષણો આવે છે જેમા બધાયે વિચારવાની જરૂર પડે છે.…

દુનિયા પર દરેક લોકોમાં કઈક અલગ જ ખૂબી જ ધરાવતા હોય છે. જિંદગીમાં કેટલીક વાર એવી ક્ષણો આવે છે જેમા બધાયે વિચારવાની જરૂર પડે છે. દરેક વ્યક્તિ એ વિચારે છે કે, તે શું કરી રહ્યો છે, કે તેમણે શું કરવું જોઈએ. આવા વિચાર સાથે જ એક મથામણ મગજમાં શરુ થઈ જાય છે. વ્યક્તિની સામે કેટલાયે સવાલો ઉભા થઈ જાય છે. કેટલીકવાર તો વ્યક્તિ પોતાની જાતને દોષ દેવા માડે છે. એવામાં કેટલાક એવા ઉદાહરણો આપણી સામે આવે છે જેને જોઈએ લાગે છે કે તેમને ભગવાને, દુનિયાએ એવુ ખરબા કર્યું છતા તેમણે હાર ન માની, તો આપ કેમ હાર માનો. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમા એક બાળક એક પગ ન હોવા છતા ફૂટબોલ રમી રહ્યો છે.

આ બાળકનું નામ કૃણાલ શ્રેષ્ઠ છે
ANI એ આ વીડિયો શેર કર્યો છે. તેમના ટ્વીટ પ્રમાણે આ બાળકનું નામ કૃણાલ શ્રેષ્ઠ છે અને તે ચોથા ધોરણમાં ભણે છે. આ વીડિયોમાં તે ફૂટબોલ રમતા જોઈ શકાય છે. તેમના પિતાના જણાવ્યા પ્રમાણે કૃણાલ ક્યારેય હિંમત નથી હારતો. તેમને એ વાતનો ક્યારેય અફસોસ નથી થયો કે તેમને એક પગ નથી. એટલે સુધી કે તેમણે જાતે સાયકલ ચલાવવાનું શીખ્યું છે.

વીડિયો જોઈને લોકોએ કૃણાલની હિંમતના વખાણ કર્યા
હાલમાં કૃણાલનો આ વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોયું કે, કૃણાલ એક હાથમાં કાખઘોડી લઈને એક પગ વડે જ કીક મારી રહ્યો છે. એટલા સુધી કે તે બહુ સારી રીતે ફૂટબોલ રમી રહ્યો છે. કૃણાલની કહાની આપણને શીખ આપે છે કે જિંદગી હારવાનું નામ નથી. આટલી નાની ઉમરમાં આ 45 સેકન્ડનો આ વીડિયો જિંદગીના પ્રત્યે કેટલાય લોકોની નજર બદલાવવાનો દમ રાખે છે. કઈ પણ થઈ જાય મિત્રો પણ જિંદગીમાં ક્યારેય હાર ન માનવી જોઈએ. પરંતુ તેનો આનંદ લેવો જોઈએ અને આવેલી મુશ્કેલીનો સામનો કરવો જોઈએ. કેમ કે તે પણ એક ભાગ છે જિંદગીનો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *