આ મહિલા IPS એ મુખ્યમંત્રીને પણ નથી છોડ્યા, જાણો CM ની ધરપકડ કરનાર આ ઝાંબાજ ઓફિસર કોણ છે?

Published on: 3:18 pm, Thu, 26 May 22

દેશને ચલાવવામાં IAS અને IPS અધિકારીઓનો ફાળો પણ ખુબ જરૂરી અને મહત્વનો હોય છે. દેશની કરોડો જનતાની સુરક્ષા અને સલામતીને ખાતર તેઓ ઘણું બધું બલિદાન પણ આપે છે. IAS અને IPS અધિકારીઓને લગતા ઘણા  બધા રસપ્રદ સમાચાર સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે. આવી જ એક પ્રખ્યાત આઈપીએસ અધિકારી રૂપા દિવાકર મૌડગિલ છે.

ભારતદેશમાં ઘણા બધા IAS અને IPS અધિકારીઓ છે. પરંતુ દોષરહિત અને નીડર IPS તરીકે નામના મેળવનાર મહિલા IPS છે જણાવી દઈએ તમને કે આઈપીએસ અધિકારી રૂપા દિવાકર મૌડગિલ એ અધિકારી છે જેમણે મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન ઉમા ભરતીની ધરપકડ કરી હતી. ચાલો અમે આજે તમને જણાવીશું ભારતના નીડર અને ઝામ્બાઝ લેડી IPS વિષે ઘણી બધી રસપ્રદ માહિતીઓ.

ભારતના નીડર અને ઝામ્બાઝ લેડી IPS ઓફિસર રૂપા દિવાકર મૌડગિલનો જન્મ કર્ણાટકમાં થયો હતો અને પ્રારંભિક અભ્યાસ પૂરું કર્યા પછી, તેનું લક્ષ્ય IPS અધિકારી બનવાનું હતું. આ માટે તેણે સખત મહેનત કરી હતી અને વર્ષ 2000 ની IPS કેડરમાં તેની પસંદગી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે રૂપાએ UPSCમાં 43 મા રેન્ક મેળવ્યો હતો. ટ્રેનીગ પૂરી કર્યા બાદ સૌથી પેહલું પોસ્ટીંગ તેમને કર્ણાટકમાં ધારવાડ જીલ્લાના SP તરીકે મળ્યું હતું.

રૂપા દિવાકર મૌડગિલ IPS ઓફિસર બન્યા ત્યારથીજ શારૂઆતથી તેઓ દોષરહિત અને કડક ઓફિસર રહ્યા હતા. તેઓ જરા પણ ભ્રષ્ટાચારને સાંખતા નોહતા આજ કરણ હતું કે જેના લીધે તેમને 40 વાર ટ્રાન્સફર મળ્યું હતું. વર્ષ 2003 થી 2004 દરમિયાન એક કેસ દરમિયાન મધ્યપ્રદેશના સીએમની ધરપકડ કર્યા પછી આજ દિન સુધી તેમની બદલીનો સિલસિલો યથાવત રહ્યો છે.

ભારતના નીડર અને ઝામ્બાઝ લેડી IPS ઓફિસર રૂપા દિવાકર મૌડગિ જે વિસ્તાર શહેર કે જીલ્લામાં ફરજ ઉપર હોય છે ત્યાના ગુંડાઓ અને ગુનેગારો ગુનો કરવાનું વિચારતા પણ નથી. અને તેઓ પણ જેતે વિસ્તારમાંથી ભ્રષ્ટાચારને ખતમ કરીનેજ રાહતનો શ્વાસ લે છે. આ બબાતે વાત કરતા તેઓ ખુદ કહે છે કે હું ટ્રાન્સફરથી ડરતી નથી, કારણકે હું ખોટા અને ભ્રષ્ટાચાર સામે લડી રહી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.