આ મહિલા શિક્ષિકાએ રાહુલ ગાંધી માટે કરાવ્યું મુંડન- કારણ જાણી ચોંકી જશો

ભોપાલમાં છેલ્લા 72 દિવસોથી પોતાની માંગને લઈને ધરણા પર બેઠેલા અતિથિ વિદ્વાવાનો માટે બુધવારનો દિવસ અત્યંત ભાવુક કરવાવાળો રહ્યો હતો. બુધવાર બપોરે ધરણા પર બેઠેલી…

ભોપાલમાં છેલ્લા 72 દિવસોથી પોતાની માંગને લઈને ધરણા પર બેઠેલા અતિથિ વિદ્વાવાનો માટે બુધવારનો દિવસ અત્યંત ભાવુક કરવાવાળો રહ્યો હતો. બુધવાર બપોરે ધરણા પર બેઠેલી એક મહિલા અતિથિ વિદ્વાને પોતાનાં વાળને સાર્વજનિક રૂપે ત્યાગ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંડન કરવાવાળી મહિલાનું નામ ડોક્ટર શાહીન ખાન છે.

72 દિવસોથી પોતાની માંગને લઈને ધરણા પર 

મીડયારીપોટ સાથેની ખાસ વાતચીતમાં મુંડન કર્યા બાદ મહિલાએ જણાવ્યું કે, ચૂંટણી પછી અતિથિ વિદ્વવાનો સાથે કોંગ્રેસ પાર્ટીએ વાયદો કર્યો હતો કે સરકાર બન્યા પછી અમારી માંગોને પૂર્ણ કરવામાં આવશે, અમે વર્ષ સુધી રાહ જોઈ અને ત્યાર પછી અમે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો અને જેવું આંદોલન શરૂ કર્યું તો અમને ફાલેન આઉટ નોટિસ મળવાનું શરૂ થયું હતું. અમે અહિયાં છેલ્લા બે મહિનાથી કડકડતી ઠંડીમાં ધરણા આપી રહ્યા છીએ પરંતુ સરકારે અમારી કોઈપણ પ્રકારની સુધ લીધી નથી. અમે બાળકોને ભણાવીને તેમનું ભવિષ્ય બનાવ્યું પરંતુ હવે ખુદ અમારું ભવિષ્યઅંધકારમય છે. તેથી જ જ્યાં સુધી અમને લેખિત ઓર્ડર નહી મળે ત્યાંસુધી અમે ઉઠીશું નહી.

ઉંઘતી સરકારને જગાડવા માટે કેશનો ત્યાગ કર્યો

મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી કમલનાથ પર ટ્વિટ કરીને નિશાન સાધ્યું છે શિવરાજ સિંહ ચૌહાણે કમલનાથનું ફ્રેબ્રુઆરી 2018નું એક જુનું ટ્વિટ શેર કરીને લખ્યું છે કે, મુખ્યમંત્રીજી આજે પણ કેશ નારીનાં સન્માનનું પ્રતિક છે. અતિથિ વિદ્વાને તમારી ઉંઘતી સરકારને જગાડવા માટે કેશનો ત્યાગ કર્યો છે, તોશું તમને તેમના દુખનો અંદાજ છે, શું તમારી નજરમાં આજ પ્રદેશ શર્મસાર થયો, શું તમને તેમની ભલાઈ માટે કોઈ પગલા ઉઠાવશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *