કૃષ્ણ ભક્તિમાં રંગાયો આ મુસ્લિમ યુવક, સમાજના દરેક બંધનો તોડી વૃંદાવન જઈ કરી રહ્યો છે શ્રીકૃષ્ણની ભક્તિ

Published on: 6:26 pm, Wed, 9 November 22

હાલ એક હૃદય સ્પર્શી ઘટના સામે આવી છે. આજના સમયમાં મોટાભાગના યુવાનો પોતાનું જીવન સેટ કરવા માટે જ મથતા હોય છે. તેમજ ઘણા તો એવા પણ હોય છે કે જેઓ ધર્મના નામે જાતિવાદ ફેલાવતા હોય છે. ત્યારે આજે એક યુવક વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે સાંભળી તમને પણ નવાઈ લાગશે. આ યુવક ધાર્મિક એકતાનું અનોખું ઉદાહરણ છે.

મળતી માહિતી અનુસાર, આ યુવક મુસ્લિમ છે. તેનું નામ જાવેદ છે. તે પોતે મુસ્લિમ હોવા છતાં પણ તેને ભગવાન શ્રીકૃષ્ણમાં અતુટ શ્રદ્ધા છે. તેમજ તે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી રહ્યો છે. મુસ્લિમ હોવા છતાં પણ તે શ્રીકૃષ્ણના ભક્ત બની ચૂક્યો છે. આટલું જ નહીં, વૃંદાવનમાં રહીને આ યુવક શ્રી કૃષ્ણ અને ભક્તિ કરી રહ્યો છે.

જાણવા મળ્યું છે કે, આ યુવક નાનપણથી જ શ્રીકૃષ્ણની ભક્તિ કરી રહ્યો હતો. તેને શ્રીકૃષ્ણની એવી લગની લાગી હતી કે તે કૃષ્ણને મૂર્તિ પોતાના ઘરે લઈ આવ્યો હતો. ત્યારે હવે સ્વાભાવિક છે કે, બીજા ધર્મના ભગવાનની મૂર્તિ ઘરમાં આવતા સમાજના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. તેઓને આ વાત બિલકુલ ગમી ન હતી. તેઓ ગમે તેમ બોલવા લાગ્યા હતા. જેનાથી કંટાળીને આ યુવકે વૃંદાવન જઈને શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનું નક્કી કર્યું હતું.

સારી વાત તો એ છે કે, આ યુવકને તેના માતા પિતાએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો. યુવકને તેના માતા પિતાએ જણાવ્યું હતું કે, તારે જેમ ભક્તિ કરવી હોય એમ કર અમે તારી સાથે જ છીએ અને આખરે ભગવાન તો એક જ છે. જેના કારણે યુવક હાલ વૃંદાવનમાં રહીને શ્રીકૃષ્ણની ભક્તિ કરી રહ્યો છે. આજના જમાનામાં આવા માણસો ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે. આ યુવક ખરેખર એ દરેક માટે પ્રેરણાદાયી છે જેઓ ધર્મવાદ ફેલાવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.