અમેરિકાના આ એક નિર્ણયે સુરતના હીરા ઉદ્યોગની પથારી ફેરવી નાખી

રશિયા-યુક્રેન(Russia-Ukraine war) વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યુ છે. જેના કારણે સમગ્ર વિશ્વને આર્થિક સમસ્યાઓ આવી રહી છે. ખાસ કરીને ભારત (India)ના હીરા ઉદ્યોગ(Diamond…

રશિયા-યુક્રેન(Russia-Ukraine war) વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યુ છે. જેના કારણે સમગ્ર વિશ્વને આર્થિક સમસ્યાઓ આવી રહી છે. ખાસ કરીને ભારત (India)ના હીરા ઉદ્યોગ(Diamond industry) પર ભારે અસર પડી છે. જાણવા મળ્યું છે કે, અમેરિકા(America) દ્વારા રશિયા (Russia)ની ખાણ અલરોસા(Mine Alrosa) પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, જેનાં કારણે અલરોસાની રફ ખરીદી શકાય તેમ ન હોવાથી સુરત (Surat)ના હીરા ઉદ્યોગમાં રફની અછત ઉભી થઈ છે. જેના પગલે સુરતના હીરાના કારખાનાઓમાં કામકાજ ઘટી ગયા છે. સુરતમાં તો મોટા ભાગના લોકોનો વ્યવસાય હીરા જ છે. તેથી લોકોની રોજગારી પર મોટી અસર દેખાઈ રહી છે.

અમેરિકા દ્વારા રશિયાની ખાણ અલરોસા પર પ્રતિબંધ મુકતા સુરતને ઘણો મોટો ફટકો પડશે. આ સિવાય અમેરિકાના બિઝનેસ એન્ડ ટ્રેડ ડિપાર્ટમેન્ટે ભારતના હીરા અને જ્વેલરી એક્સપોર્ટરોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, અલરોસાના તૈયાર હીરા કે હીરાજડિત જ્વેલરી અમેરિકા મોકલી શકાશે નહીં. જો ઉદ્યોગકારો બોગસ સર્ટિફિકેટથી છેતરપિંડી કરશે તો એના વેપાર પર સારા પરિણામો આવશે નહિ.તેથી અમેરિકાના પ્રતિબંધ પછી હીરા ઉદ્યોગકારોમાં રફ સપ્લાયની અછત સર્જાઈ છે.

રફની અછતને પગલે રત્નકલાકારોના કામના કલાકોમાં બે કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક પાળીમાં 8ને બદલે 6 કલાક જ ઉત્પાદન થઇ રહ્યું છે. મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં સુરત-મુંબઈના એક્સપોર્ટરોની બેઠકમાં કોઈ સ્પષ્ટ નિર્ણય લઇ શકાયો નથી. વર્ષે 4 બિલિયનની રફ વાયા દુબઇ અને બીજી ચેનલોથી સુરત અને મુંબઇ આવે છે. આ રફને તૈયાર હીરામાં બદલી મોટા પાયે અમેરિકા મોકલવામાં આવે છે.

અમેરિકામાં રશિયન ડાયમંડ કે જ્વેલરી વેચાશે નહીં. એટલે ઉત્પાદન પર કાપ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારની પરિસ્થિતિ રહી તો આગામી દિવસમાં ડાયમંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. લોકોની રોજગારી પર આની ઘણી મોટી અસર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *