ધોની બાદ જાડેજા નહિ પણ આ યુવા ખેલાડી બની શકે છે CSK નો નવો કેપ્ટન

મુંબઈ ઈન્ડિયન્સનાં (Mumbai Indians) શ્રેષ્ઠ બેટ્સમેન અને ભારતરત્ન (Bharat Ratna) મેળવનાર સૌથી નાની ઉમરના વ્યક્તિ સચિન તેંદુલકર (Sachin Tendulkar) છે. જેમણે ક્રિકેટ માંથી નિવૃત્તિ લીધા…

મુંબઈ ઈન્ડિયન્સનાં (Mumbai Indians) શ્રેષ્ઠ બેટ્સમેન અને ભારતરત્ન (Bharat Ratna) મેળવનાર સૌથી નાની ઉમરના વ્યક્તિ સચિન તેંદુલકર (Sachin Tendulkar) છે. જેમણે ક્રિકેટ માંથી નિવૃત્તિ લીધા બાદ ક્રિકેટના ચાહકો નિરાશ થઇ ગયા હતા. આ નિવૃત્તિ બાદ આજે એવા જ એક દિગ્ગજ ક્રિકેટરની નિવૃત્તિની વાત સામે આવી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MSD) આગામી IPL 2023 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

ધોની પછીનો કેપ્ટન 25 વર્ષીય ખેલાડી હશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના આગામી કેપ્ટનને લઈને ભારતના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે મોટી માંગ ઉઠાવી છે. મહેન્દ્ર સિંહ ધોની બાદ ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સના આગામી કેપ્ટન બનાવવામાં આવી શકે તેવું વસીમ જાફરનું કેહવું છે. તમને જણાવી દઈએ કે રવીન્દ્ર જાડેજાએ IPL 2022 સીઝનની શરૂઆતમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપની ધુરા શોપવામાં આવી હતી, પરંતુ સતત હારને કારણે તેણે સીઝનની વચ્ચે જ કેપ્ટન્સી છોડવી પડી હતી અને ફરી એકવાર કેપ્ટનશીપ મહેન્દ્ર સિંહ ધોનીની હાથમાં આપવામાં આવી હતી.

વસીમ જાફરે મોટી માંગ ઉઠાવી.
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરે ESPN ક્રિકઇન્ફોને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, ‘ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ઋતુરાજ ગાયકવાડ યુવા ખેલાડી છે અને તેની પાસે મહારાષ્ટ્રની કેપ્ટનશિપનો અનુભવ પણ છે.’

વસીમ જાફરે કહ્યું હતું કે, ‘ચેન્નઈ સુપર કિંગ્સ પણ મહેન્દ્ર સિંહ ધોની પછી આગામી કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડને તૈયાર કરી શકે છે.’ વસીમ જાફરે વધુ જણાવતા કહ્યું હતું કે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વિકેટકીપર તરીકે ડેવોન કોનવે પર વિશ્વાસ બતાવી શકે છે. ડેવોન કોનવે લાંબા સમય સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વિકેટકીપરની ભૂમિકા ભજવી શકે છે.

CSKએ આ ખેલાડીઓને IPL 2023 માટે પસંદ કર્યા.
CSKએ IPL 2023 માટે ખેલાડીઓની પસંદગી કરી જેમાં એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ડેવોન કોનવે, મોઈન અલી, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, અંબાતી રાયડુ, ડ્વેન પ્રિટોરિયસ, મહિષ તિખ્સ્ના, પ્રશાંત સોલંકી, દીપક ચહર, મુકેશ ચૌધરી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, રાજવર્ધન હંગર, મિશેલ સંકર, રાજવર્ધન સંરક્ષક, સુભ્રાંશુ સેનાપતિની પસંગી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *