આ વીજકંપનીએ તેમના ગ્રાહકોને આપી મોટી રાહત- આ એક નાનું કામ કરવાથી મળશે લાભ

થોડા સમય પહેલા જ સમગ્ર રાજ્યમાં કોરોનાને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકોના રોજગાર-ધંધો બંધ થઈ ગયો હતો. જેના કારણે હાલમાં લોકો દ્વારા…

થોડા સમય પહેલા જ સમગ્ર રાજ્યમાં કોરોનાને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકોના રોજગાર-ધંધો બંધ થઈ ગયો હતો. જેના કારણે હાલમાં લોકો દ્વારા 3 મહિનાના વીજળીબીલ માફ કરવાની માંગ કરી છે. ત્યારે પશ્ચિમ ગુજરાત વીજકંપની લિ.ના કાર્યક્ષેત્ર અંતર્ગત આવતા વિસ્તારમાં જે ગ્રાહકનો માસિક વીજ વપરાશ 200 યુનિટ કે એથી ઓછો છે એને 100 યુનિટ બાદ મળશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારની જાહેરાત બાદ આ લાભ ક્યારે મળે એને લઈને લાંબો સમય પસાર થયા હોવા છતા સુવિધા ન મળતા સૌરાષ્ટ્રના લોકો અકડાયા હતા. જેનો હવે નીવેડો આવતા અનેક લોકોને આર્થિક ફાયદો થશે. આ ગણતરી રહેણાંક વીજ ગ્રાહકોના લોકડાઉન પહેલાનું મીટર રિડિંગ અને લોકડાઉન પછીનું પહેલું રિડિંગના તફાવતને પ્રતિદિવસ વીજ વપરાશમાં ગણતરી કરી માસિક વીજ વપરાશ જો 200 યુનિટથી ઓછો હશે તો 100 યુનિટના ઘટાડાનો લાભ મળી રહેશે. બીજી તરફ જે વીજ ગ્રાહકોનો વપરાશ 100 યુનિટથી ઓછો હશે એવા કિસ્સામાં જેટલા યુનિટનો વપરાશ હશે એટલા યુનિટ એમને બાદ મળશે.

મે મહિના સુધીનું બિલિંગ PGVCL તરફથી કરી દેવામાં આવ્યું છે. હવે પછીનું જુન-જૂલાઈનું બિલિંગ જૂલાઈ મહિનાના અંત સુધીમાં કે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં થશે. જેમાં 100 યુનિટના ઘટાડાનો લોકોને લાભ મળી રહેશે. 100 યુનિટ બાદ થતા સીધો 500 રૂપિયાનો ફાયદો વીજ ગ્રાહકોને થશે. બીજી તરફ PGVCLના મેનેજિંગ ડાયરેક્ટર શ્વેતા ટીઓટીઆએ જણાવ્યું હતું કે, જુન-જૂલાઈના બિલમાં 100 યુનિટનો લાભ મળી રહેશે. મધ્યમ વર્ગના લોકોને થોડી રાહત થશે. એક ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવશે જે 100 યુનિટ બિલમાંથી બાદ કર્યા પછીની ગણતરી કરી આપશે.

મળતી માહિતી અનુસાર, મીટર રીડરને બિલ અંગે કોઈ પ્રકારની જાણ હોતી નથી આવું કેમ? આ પ્રશ્ન જ્યારે એમને કરવામાં આવ્યો ત્યારે તેમણે વિસ્તારથી જવાબ દેવાનું ટાળ્યું હતું. કહ્યું કે, અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ. એક માસમાં 200 યુનિટ સુધીના વપરાશ ધરાવતા ગ્રાહકોને આ લાભ મળવાપાત્ર છે. જ્યારે વધુમાં વધુ 100 યુનિટ અથવા એનાથી ઓછા જેટલા યુનિટનો વપરાશ હશે તેટલા યુનિટ બાદ મળશે.

વીજ કંપનીએ વધુમાં જણાવ્યું કે, એક મહિનાના ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ મળશે. અગાઉના એવરેજ બિલની રકમ ગ્રાહકે ભરી હશે તો એ રકમ બિલમાંથી બાદ મળશે. પણ આમાં કંઈ નવું નથી. બીજી તરફ શહેરના અનેક એવા વિસ્તાર છે જ્યાં અવાર-નવાર વીજકાપને કારણે આખો દિવસ હેરાન થવું પડે છે. ખાસ વાત તો એ છે કે, ઉનાળાના દિવસોમાં જ આ વીજકાપ ઝીંકવામાં આવે છે. જ્યારે બીલને લઈને આવી સ્કિમથી આર્થિક લાભના મુદ્દે સરવાળે સરખું થાય એવી ગણતરી મંડાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *