પરેશ ધાનાણીનું આ ટવીટ ગમે ત્યારે ઉથલાવી શકે છે ભાજપ સરકાર- જાણો અહી

This tweet by Paresh Dhanani can be overturned at any time by the BJP government - know here

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીનો ખરો રંગ હવે જામ્યો છે. હાલમાં જ પરેશ ધાનાણીએ કરેલું ટ્વીટ બળતામાં ઘી હોમવાનું કામ કરશે. અત્રે નોંધનિય છે કે, થોડા દિવસો પહેલા નીતિન પટેલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, એક બાજુ હું એકલો છું અને બીજી બાજુ બીજા બધા છે. આ સમયે સૌ કોઈને લાગ્યું હતું કે, નીતિનભાઈ ભાજપના કેટલાક લોકોથી નારાજ હશે. ઘણી વખત પોસ્ટરોમાં પણ નીતિનભાઈને સ્થાન ન મળતા એવી અટકળો ચાલતી હતી કે નીતિનભાઈને સાઈડ લાઈન કરાય રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા એ તાજેતરમાં જ વિધાનસભામાં નીતિન પટેલને ૧૫ ભાજપના ધારાસભ્ય કોંગ્રેસમાં લઇ આવો અને કોંગ્રેસના મુખ્યમંત્રી બની જાઓ તેવું નિવેદન કર્યું હતું. મુખ્યમંત્રી બનવાની મહેચ્છા ધરાવતા નીતિન પટેલને આનંદી બેનના ઉત્તરાધિકારી ગણવામાં આવતા હતા. મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલા જ મહેસાણામાં ધામધૂમ કરવાની વ્યવસ્થા થઇ ચુકી હતી. પરંતુ આખરી ઘડીએ આ નામ પર ચોકડી લાગી જતા નીતિન પટેલનું સપનું રોળાયું હતું. ત્યારે હવે પરેશ ધાનાણીએ આ પ્રકારે પોસ્ટ કરીને નીતિન પટેલની દુખતી નસ દબાવીને તેમની અંદર રહેલી મુખ્યમંત્રી બનવાની જિજ્ઞાસાને આગ લગાવી છે.

કોગ્રેસના નેતા પરેશ ધાનાણી ટ્વીટ કરીને કહ્યું કે, નીતિનભાઈનું નાક દબાવવા નરહરી અમિનનું રાજ્યસભામાં નામાંકન કરાયું છે. નોંધનિય છે કે નરહરિ અમિનનું રાજ્યસભામાં નામાકંન છેલ્લી ઘડીએ કરાયું છે. અને તે ભાજપના ત્રીજા ઉમેદવાર છે.

પરેશ ધાનાણી ટ્વીટમાં લખ્યું છે કે, “”ભાજપનું શિતયુધ્ધ”” શ્રી નિતીનભાઈનુ નાક દબાવવા માટે જ શ્રી નરહરિભાઈનુ થયું નામાંકન. તા.૨૬ નાં પરિણામો તો માત્ર એટલું જ નક્કી કરશે કે, હવે “નિતીનભાઈનું નાક કપાશે” કે પછી “નરહરિભાઈની ડુબશે નાવ”.? @રાજ્યસભાની રમખાણ.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણીને લઈ CM રૂપાણીનું નિવેદન આપતાં જણાવ્યું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં ત્રણેય નેતાઓનો યશસ્વી વિજય થશે. અમે તો અત્યારથી વિજેતા છીએ, માત્ર ચૂંટણી બાકી છે. અને તમામ 182 ધારાસભ્યોને તેમને સાથ મળશે. તેમણે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પડતા કોંગ્રેસની આંતરિક જૂથબંધી જવાબદાર ઠેરવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: