દુનિયામાં સૌથી વધુ બાળકોને જન્મ આપનારી માતા બની આ મહિલા, એકસાથે આટલા અધધ… બાળકોને જન્મ આપી સર્જ્યો વિક્રમ

દક્ષિણ આફ્રિકા (South Africa)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ(World record) બનાવ્યો છે.…

દક્ષિણ આફ્રિકા (South Africa)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ(World record) બનાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 7 જૂને ગોસિયામી ધમારા સિથોલ નામની 37 વર્ષની મહિલાએ 10 બાળકોને જન્મ આપવા માટે ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ મહિલાએ સાત છોકરા અને ત્રણ છોકરીઓને જન્મ આપ્યો છે. પ્રેગ્નન્સી(Pregnancy) ચેક-અપ દરમિયાન ડૉક્ટરે તેને 6 બાળકોની અપેક્ષા રાખવાનું કહ્યું હતું.

આફ્રિકન મીડિયા અનુસાર, સિથોલના પતિને આઠ બાળકોનો જન્મ થવાની અપેક્ષા હતી. પરંતુ દંપતી તેમના 10 બાળકોના જન્મથી ખૂબ જ ખુશ છે. પરિવારમાં ઉત્સવનું વાતાવરણ છે. ગોસિયામી ધમારા સિથોલ માટે એક સાથે 10 બાળકોને જન્મ આપવો સરળ ન હતો.

ઓપરેશન દરમિયાન ડોકટરોએ ખૂબ જ કાળજીપૂર્વક કામ કર્યું અને તમામ બાળકોને બચાવવામાં સફળ રહ્યા. સિથોલે સ્થાનિક મીડિયાને કહ્યું, ‘તેની પ્રેગ્નન્સી વિશે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.’

સિથોલે જણાવ્યું કે તે ખૂબ જ બીમાર થઈ ગઈ હતી. તે તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. હજુ પણ ખૂબ જ મુશ્કેલ બની રહી છે. પરંતુ હવે તેઓને તેની આદત પડી ગઈ છે. સિથોલે કહ્યું કે, હું ફક્ત ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે મારા બધા બાળકો યોગ્ય રીતે પ્રસૂતિ થાય અને દરેક સ્વસ્થ રહે.

ત્યારે હાલ સિથોલના તમામ બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે, તેઓ આગામી કેટલાક મહિનાઓ સુધી ઇન્ક્યુબેટરમાં રહેશે. સિથોલ અને તેના પતિ અત્યંત ખુશ અને લાગણીશીલ છે.

મેઈલ ઓનલાઈનના અહેવાલ મુજબ સિથોલે કુદરતી રીતે ગર્ભ ધારણ કર્યો હતો. ગર્ભાવસ્થા દરમિયાન તેણીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પગ અને કમરમાં ખૂબ દુખાવો થતો હતો. તેણીની ઉચ્ચ જોખમવાળી ગર્ભાવસ્થાના કારણે તે ચિંતિત હતી. તેઓને ડર હતો કે તેમનાં બાળકો કદાચ ન બચે. આ પહેલા પણ મે મહિનામાં હલીમા સીસી નામની માલિયન મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *