આ દબંગ મહિલાએ જરાય ડર્યા વગર હાથમાં પકડી લીધો સાપ- વિડીઓ જોઇને તમે પણ હચમચી જશો

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે અને આ વિડીઓને આપણે સૌ નિહાળીએ છીએ. જેમાં અમુક એવા વિડીઓ પણ હોય છે જે આપણને…

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે અને આ વિડીઓને આપણે સૌ નિહાળીએ છીએ. જેમાં અમુક એવા વિડીઓ પણ હોય છે જે આપણને હચમચાવી દે અને કેટલાય એવા વિડીઓ પણ હોય છે જેને લીધે આપણે સૌ મોજ મસ્તીમાં આવી જઈએ છીએ. ત્યારે આવો જ એક ચોંકાવનારો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વિડીઓને જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ઘરની પાછળ પડેલા પથ્થરોની પાચલ એક સાપ છુપાયો હતો. પરંતુ યુવતીને જાણ થતા જ થોડીક જ વારમાં તેમને હાથથી પકડી પાડ્યો હતો. એક તરફ સાપને જોઇને લોકોના પગ ધ્રુજવા લાગે છે. ત્યારે બીજી બાજુ આ યુવતીએ ડર્યા વગર જ સાપને હાથમાં પકડી પાડ્યો હતો. આ વિડીઓ જોઇને સૌ કોઈ લોકો એમ કહી બોલશે કે શું જીગર છે આ યુવતીની.

વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, સાપ ઘરની પાછળ પડેલા પથ્થરની પાછળ છુપાયો હતો. યુવતીએ જોત જોતામાં જ જરા પણ સંકોચ વિના સાપને હાથમાં પકડી લે છે. સાંપ યુવતીના હાથમાંથી પોતાને છોડાવા માટે તડપડવા લાગ્યો. પરંતુ યુવતીએ તે સાંપને કડકાઈથી પકડી રાખ્યો હતો.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર  શેર કરવામાં આવ્યો છે. આ વિડીઓને nageshwri snakelover ના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણે આ વીડિયો 21 મેના રોજ ઇન્સ્ટાગ્રામ રીલ પર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 8.7 મિલિયન લોકો જોઈ ચુક્યા છે. આ સાથે 4 લાખથી વધુ લાઇક્સ અને એક હજારથી વધુ કોમેન્ટ આવી ચુકી છે. લોકો આ વિડિઓને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *