ધન્ય છે તારી ભક્તિને… આ યુવક ૧૩ હજાર કિમી પગપાળા ચાલી તમામ જ્યોર્તિલિંગના દર્શન કરી રહ્યો છે, અત્યાર સુધીમાં…

આજના ઘોર કળિયુગમાં ઘણા લોકો એવા છે જેઓ ભગવાનને પણ માનતા નથી. જ્યારે ઘણા લોકો ભગવાન માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હોય…

આજના ઘોર કળિયુગમાં ઘણા લોકો એવા છે જેઓ ભગવાનને પણ માનતા નથી. જ્યારે ઘણા લોકો ભગવાન માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા જે એવા યુવક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનો સંકલ્પ સાંભળી ભલભલાના પરસેવા છૂટી જશે. તો ચાલો જાણીએ…

મળતી માહિતી અનુસાર, આ યુવકનું નામ દિપક ગુજ્જર છે. દિપક ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે દીપકે સંકલ્પ કર્યો છે કે, તે ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગના દર્શન ચાલીને કરશે. આ સમગ્ર યાત્રા તેણે ચાલીને કરવાનું નક્કી કર્યું છે. દિપકે પોતાનો આ સંકલ્પ પૂરો કરવા માટે કુલ 13000 કિલોમીટર ચાલવું પડશે. આજે લોકો એક કિલોમીટર ચાલવામાં પણ અચકાતા હોય છે, ત્યારે આ યુવક તો 13000 કિલોમીટર ચાલીને ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગના દર્શન કરશે.

દિપકની પગપાળા યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે આપણો ભારત દેશ અખંડ રહે તેમજ દેશમાં કોઈપણ પ્રકારની મોટી આફત ન આવે. આજના સમયમાં લોકો પોતાના પરિવાર વિશે પણ વિચારતા હોતા નથી, ત્યારે આ યુવક સમગ્ર દેશનું વિચારીને આ પગપાળા યાત્રા કરવાનો અનોખો સંકલ્પ કર્યો છે.

ત્યારે હવે દિપકની આ યાત્રા વિશે વાત કરીએ તો, અત્યાર સુધી તે કુલ 3500 કિલોમીટર પગપાળા યાત્રા કરી ચૂક્યો છે. હાલ દિપક રાજકોટ પહોંચ્યો છે. હવે તે સોમનાથના દર્શન કરશે. દિપક બદ્રીનાથ, કેદારનાથ, ઓમકારેશ્વર તેમજ મહાકાલેશ્વરના દર્શન કરી ચૂક્યો છે અને હવે તે સોમનાથ મહાદેવના દર્શનાર્થે જઈ રહ્યો છે. દિપકની આ અનોખી ભાવના જોઈને લોકો તેની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. ધન્ય છે આ યુવકની ભક્તિને!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *