જો આવું બન્યું હોત, તો ગુજરાતના હજારો ગામ નર્મદામાં સમાઈ ગયા હોત. જાણો વિગતે

905
TrishulNews.com

નર્મદા બચાવો આંદોલનનું કહેવું છે કે જો નર્મદા ડેમને આશરે 138 મીટરની વધારેમાં વધારે ઊંચાઈએ ભરવામાં આવે તો 192 ગામો અને અંદાજે 40,000 પરિવારોના ઘરબાર, મિલકતો અને ખેતરો ડૂબી જશે. તમામ વિસ્થાપિત લોકોને ન તો યોગ્ય વળતર મળ્યું છે, ન તો યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિસ્થાપનની સ્થિતિને કારણે નારાજ લોકોએ નર્મદા બચાવો આંદોલન નેતા મેધા પાટકરની આગેવાની હેઠળ છોટા બરડા ગામે જળ સત્યાગ્રહ આંદોલન કર્યું હતું. અંજારથી છોટા બરડા ગામ સુધી વિરોધ કૂચ કાઢી હતી.

વર્ષ 2017માં મધ્યપ્રદેશના ધર અને બરવાની બે જિલ્લામાં સરદાર સરોવર ડેમ 128 મીટર વટાવાના બેક વોટર લેવલને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 300થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારો ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમના ડૂબેલા વિસ્તારમાં આવે છે. ચીખલદા ગામ અને નિસારપુર શહેર એવા નીચાણવાળા વિસ્તારોમાં સામેલ હતા. જ્યાં નર્મદાના પાણી ભરાયા હતા.

નર્મદા ડેમ પ્રોજેક્ટથી વિસ્થાપિત હજારો લોકો હજી પણ આ નદીના કાંઠેની તેમની મૂળ વસાહતોમાં છે. સરકારી સ્ટાફ આ લોકોને વિનંતી કરી રહ્યું છે કે ડૂબી ગયેલા વિસ્તારને શાંતિપૂર્ણ રીતે બહાર નિકળે.

નર્મદા ડેમની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે.

સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના  વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વસન સ્થળો બનાવવામાં આવ્યા છે.

બધા જ  લોકોએ પાણીનું સ્તર વધવા છતાં ઘર છોડ્યું નથી. પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ચીખલદા, ધર્મરી અને કાકરાણા ગામો સહિત નિસારપુર શહેરના કેટલાક વિસ્તારો, 2017માં નરેન્દ્ર મોદીએ બંધના દરવાજા બંધ કરાવ્યા ત્યારે  પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

Loading...

Loading...