અધ્યક્ષ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહેનત રંગ લાવી -નવા વર્ષે આવાસ યોજનાના લાભાર્થીઓને થશે અઢળક ફાયદો

Published on Trishul News at 9:42 AM, Fri, 1 January 2021

Last modified on January 1st, 2021 at 9:42 AM

દેશમાં રહેતાં તમામ ગરીબ લોકોને પોતાની જરૂરિયાતમાંનો એક સ્ત્રોત એટલે કે રોતી, કપડાં અને મકાનમાંથી મકાન મળી રહે એ માટે આવાસ મકાનની સોપણી કરવામાં આવતી હોય છે. હાલમાં આને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં આવેલ સુરતમાં આવાસ યોજનાના લાભાર્થીઓ માટે અગત્યનાં સમાચાર સામે આવી રહ્યા છે.

સુરતમાં PM આવાસ યોજના હેઠળ મળતી સબસીડીનું કોકળું ઉકેલવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના પ્રયત્નથી આ વાતનું નિરાકરણ આવ્યું છે. આની સાથે જ PM આવાસના લાભાર્થી હજારો પરિવારને સબસીડીનો લાભ મળશે.

મકાનના દસ્તાવેજમાં પત્નીનું નામ ઉમેરવાથી લાભ શકે છે, આ યોજનાનો લાભ તથા દસ્તાવેજનાં ખર્ચમાં બચત થાય તેની માટે એફિડેવિટનો માર્ગ શોધી કાઢવામાં આવ્યો છે. PM આવાસ યોજનામાં સુરતના અનેક પરિવારની સબસીડી અટવાઈ ગઈ હતી પણ હવે આ બાબતનું સમાધાન થઈ ગયું છે.

CR પાટીલના અથાગ પ્રયત્નથી મકાન ધારકને કુલ 2 લાખ રૂપિયાની સબસીડી મળવાનો રસ્તો મોકળો થઈ ગયો છે. આની ઉપરાંત જે કોઈપણ વ્યક્તિની પત્નીનું અવસાન થયું હોય તેવા વિધુર પુરુષને સબસીડી મળે તેવાં પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

આવાસના પ્રોજેક્ટમાં લાભ લેવા માટે અરજીમાં ક્ષતિને લીધે લાભથી વંચિત અરજદારોની ફરિયાદોને ધ્યાનમાં લઇ CR પાટીલ દ્વારા સક્રિયતા દર્શાવીને કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે. કુલ 25,000 રૂપિયાનો ખર્ચ કરીને મિલકતમાં પત્નીનાં નામનો સમાવેશ થાય તે રસ્તો પણ ખોલી દેવામાં આવ્યો છે.

આ રસ્તો ખુલ્લો થઈ ગયા પછી લાભાર્થીઓને ફક્ત 100 રૂપિયામાં એફિડેવિટ કરીને વધારાના ખર્ચમાંથી પણ છુટકારો મળે તે બાબતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી તથા હવે સબસીડીનું કોકળું ઉકેલાઈ ગયુ છે. લાભાર્થી અશોક પટેલ જણાવતાં કહે છે કે, અમને સુમન દર્શનમાં ફ્લેટ લાગ્યો હતો. ત્યારપછી અમે લોનની પ્રોસીજર પૂર્ણ કરીને મનપાના પેમેન્ટ પૂર્ણ કર્યું હતું.

લોન પૂર્ણ થઇ એટલે અમે સબસીડીનો લાભ લેવા માટે બેંકમાં ગયાં ત્યારે એમણે જણાવ્યું કે, દસ્તાવેજમાં સ્ત્રીઓનું નામ હોય તો તમને સબસીડી મળે નહીં તો ન મળે. આ બાબતે અમે અનેક પ્રયત્ન કર્યા હતાં પણ સબસીડી મળી ન હતી. ત્યારપછી અમે CR પાટીલ પાસે જઈને રજૂઆત કરી હતી.

ત્યારબાદ કુલ 2,000 લોકો તેમની સાથે મીટીંગ કરવા માટે ગયા હતાં. બધા લોકોએ વિવિધ રજૂઆત કરી હતી. ત્યારપછી લોકોની સમસ્યા સંભાળીને તેમને સરકારને રજૂઆત કરી હતી. ત્યારપછી દસ્તાવેજમાં મહિલાનું નામ દાખલ થાય તેવો રસ્તો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "અધ્યક્ષ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહેનત રંગ લાવી -નવા વર્ષે આવાસ યોજનાના લાભાર્થીઓને થશે અઢળક ફાયદો"

Leave a comment

Your email address will not be published.


*