માણસોમાંથી પ્રાણીઓમાં ફેલાયો કોરોના, એકસાથે 10,000 પ્રાણીઓના મોત

Published on Trishul News at 2:24 PM, Mon, 12 October 2020

Last modified on October 12th, 2020 at 2:24 PM

પાણીમાં જામ થયેલી લીલની જેમ બેઠેલા COVID-19 વાયરસનો કાળ ઘટવાનું નામ લેતો નથી. રોજ ઘણા લોકોનાં મૃત્યું થાય છે. અને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. માણસની સાથે હાલ કોરોના સંક્રમણ પ્રાણીઓમાં પણ ફેલાયું છે. અમેરિકા દેશમાં COVID-19ની ઝપેટમાં આવતી 10000 જળબિલાડીનાં મૃત્યુ થયા છે. આ બધી બિલાડી એક સાથે મૃત્યુ પામી હતી. આ બનાવ પછી અમેરિકા સહિત આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે.

રવિવાર સુધીમાં COVID-19 વાયરસનાં આખા વિશ્વમાં કેસ 3 કરોડ 74 લાખને પાર થઈ ગયા છે. અમેરિકા દેશમાં સૌથી વધુ COVID-19નાં કેસ નોંધાય રહ્યા છે. આ સમયમાં હાલ માણસોની સાથે સાથે પ્રાણીઓમાં પણ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. અમેરિકા દેશમાં 70 લાખથી વધુ લોકો COVID-19નાં ભોગ બન્યા છે. પ્રાણીઓમાં COVID-19 વાયરસનો ચેપ લાગતા મુશ્કેલી વધી ગઈ છે. અમેરિકા દેશમાં કોરોના વાયરસ માણસમાંથી પ્રાણીઓમાં ફેલાયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકા દેશનાં ઉટાહ તેમજ વિસ્કોન્સિનમાં આ બીમારીની ઝપટમાં આવતા 10000 જળબિલાડીનાં મૃત્યુ થયા છે.

આ વિશેની જાણકારી આપતાં અધિકારીઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ માણસમાંથી પ્રાણીમાં ફેલાઈ રહ્યો છે. અમેરિકા દેશનાં બધા ફાર્મમાં 10000 જળબિલાડીનાં મૃત્યુ પછી નિષ્ણાંતો પણ ચોંકી ઊઠ્યા છે. માણસોમાંથી બિલાડીમાં કોરોના વાયરસ આવતા ઘણી બિલાડીઓ એક સાથે કોરોના સંક્રમિત થઈ હતી. ખાલી યુટામાં જ 8000 જળબિલાડીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. બાદ એમનાં મૃત્યુ થયા છે.

નિષ્ણાંતોને આ કેસમાં વિશેષ એવી કોઈ અસરકારક ઓળખ નથી મળી. તેમાંથી જાણી શકાય કે, માણસમાંથી કઈ રીતે પ્રાણીઓમાં કોરોના વાયરસ પ્રવેશે છે? કે કઈ રીતે અસર થતી નથી? નિષ્ણાંત ડૉક્ટર દ્વારા ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે, ફાર્મમાં જે કંઈ જોયું એનાં ઉપરથી કહી શકાય કે, માણસમાંથી કોરોના વાયરસ પ્રાણીઓમાં ફેલાયો છે. જે એક યુનિડારેક્શન પાથની જેમ લાગી રહ્યું છે. જોકે, મોટી સંખ્યામાં મૃત્યુ પછી પરીક્ષણનું કામ યુદ્ધનાં ધોરણે કરવામાં આવી રહ્યું છે.

જ્યારે વિસ્કોન્સિનમાં 2000 જળબિલાળીનાં મૃત્યુ થયા છે. COVID-19 વાયરસને લીધે દુનિયાનાં જુદા જુદા દેશમાંથી મળીને કુલ 10 લાખથી પણ વધુ લોકો મૃત્યું પામ્યા છે. જ્યારે 82 લાખથી પણ વધુ લોકો COVID-19 વાયરસનો સામનો કરે છે. અમેરિકા દેશ પછી સૌથી વધુ કેસ ભારત દેશમાં તેમજ તે પછી બ્રાઝિલમાંથી નોંધાયેલા છે. કહેર વર્તાવતા COVID-19 વાયરસથી હાલ માણસની સાથે સાથે પ્રાણીઓ પણ સુરક્ષિત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "માણસોમાંથી પ્રાણીઓમાં ફેલાયો કોરોના, એકસાથે 10,000 પ્રાણીઓના મોત"

Leave a comment

Your email address will not be published.


*