ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુશાંતને સલમાન ખાન ગેંગથી મળતી હતી ધમકીઓ, એક મહિનામાં બદલ્યા હતા 50 સિમ કાર્ડ!

14 જૂને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી હતી. જોકે, હજુ સુધી સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ બહાર આવ્યું નથી. મુંબઇ પોલીસ તપાસ માટે તેના ઘરે પહોંચી હતી. અહેવાલો અનુસાર, સુશાંતના ઘરના નોકરે પોલીસને ફોન કરીને આ અંગે માહિતી આપી હતી. આજે દરેક વ્યક્તિ તેના મૃત્યુનું કારણ જાણવા માંગે છે. દરેક વ્યક્તિના મગજમાં બસ એક જ સવાલ ચાલી રહ્યો છે કે આખરે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી. કેટલાક લોકોનું એવું માનવું છે કે તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પુરો સપોર્ટ નહોતો મળી રહ્યો. એના કારણે તેમણે આ પગલું ભર્યું.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં મામલે દરરોજ નવા-નવા દાવા કરવામાં આવી રહ્યા છે. બિહારનાં આ અભિનેતાનાં મોતને ભાઈ-ભત્રીજાવાદ અને બોલીવુડમાં કેટલાક સ્ટાર્સનાં આધિપત્યને જોડીને દેખવામાં આવી રહ્યું હતુ. આ દરમિયાન બિહારનાં લોકગાયક સુનીલ છૈલા બિહારીએ સુશાંત સિંહ રાજપૂત મોત મામલે અભિનેતા સલમાન ખાન પર આરોપ લગાવ્યો છે.

સુશાંતે એક મહિનામાં બદલ્યા હતા 50 સિમકાર્ડ

સુનીલ છૈલા બિહારીએ યૂટ્યૂબ પર વિડીયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે, સુશાંત સિંહ રાજપૂતને છેલ્લા એક મહિનાથી ધમકીઓ મળી રહી હતી. તેમણે આરોપમાં કહ્યું છે કે છેલ્લા એક મહિનાથી સુશાંત સિંહ રાજપૂત ઘણો ચિંતિત હતો. સતત ધમકીઓ મળવાનાં કારણે સુશાંત સિંહ રાજપૂત પરેશાન હતો. ધમકીઓ એટલી મળી રહી હતી કે તે સતત પોતાના સીમકાર્ડ બદલતો હતો. સુશાંતે એક મહિનામાં લગભગ 50 વાર સિમ કાર્ડ ચેન્જ કર્યું હતુ.

સલમાન ખાન ગુંડાઓ મારફતે કોલ કરાવીને અપાવતો હતો ધમકી 

સલમાન ખાન ઉપર સુનીલ છૈલા બિહારીએ આરોપ લગાવ્યો છે કે, સિમ કાર્ડ બદલવા છતા પણ ધમકીઓ મળવાનું બંધ ના થયું. લોકગાયકનો આરોપ છે કે સુશાંતનો દોસ્ત સંદીપ સિંહ દર વખતે નવા સિમ કાર્ડનો નંબર ધમકી આપનારી ગેંગ એટલે કે સલમાન ખાન એન્ડ ગેંગને જણાવી દેતો હતો. ત્યારબાદ સલમાન ખાન ગુંડાઓ મારફતે કોલ કરાવીને ધમકી અપાવતો હતો. આ જ કારણે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી અથવા હત્યા થઈ. આ કેસની સીબીઆઈ તપાસ થવી જોઇએ.

સુનીલ છૈલા બિહારીનો આરોપ છે કે સંદીપ સિંહ જેવાને લાગે છે કે, જ્યાં સુધી સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર જેવા લોકોનો સાથ નહીં મળે ત્યાં સુધી તેઓ કંઇ નહીં કરી શકે. આ કારણે સંદીપ સુશાંતની તમામ જાણકારી સલમાન ખાન ગેંગને પહોંચાડતો હતો. સુનીલ છૈલા બિહારીએ કહ્યું કે, “તેઓ ઇચ્છે છે કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ બીજું સુશાંત સિંહ રાજપૂત ના બને. ઇન્ડસ્ટ્રીમાં બહારથી આવતા લોકોએ એક થવાની જરૂર છે અને નેપોટિઝ્મને પ્રોત્સાહન આપતા લોકો વિરુદ્ધ અવાજ ઊંચો કરવો જોઇએ.”

મુંબઈ પોલીસની પ્રારંભિક તપાસમાં પણ સામે આવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત છેલ્લા કેટલાક સમયથી સતત સિમ કાર્ડ બદલતો હતો. જો કે આના પર અત્યારે કોઈપણ પોલીસ અધિકારીએ કંઇપણ કહેવાની ના કહી દીધી છે. પોલીસનું કહેવું છે કે તપાસ રિપોર્ટ કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જ આ વાતનો ખુલાસો કરવામાં આવશે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 5 ડૉક્ટરોની ટીમે પુષ્ટિ કરી છે કે સુશાંત સિંહ રાજપૂતનું મોત ગળે ટૂંપો ખાવાથી થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: