વડોદરામાં ત્રણ વર્ષની બાળકી પર વાનરે કર્યો જીવલેણ હુમલો- 60થી વધુ ટાંકા લેવા પડ્યા

Published on: 4:12 pm, Tue, 28 September 21

વડોદરા(ગુજરાત): હાલમાં વડોદરા(Vadodara)માંથી એક ચોકાવનારો કિસ્સો સા`મે આવ્યો છે. જેમાં શહેરની નજીક આવેલા આજોડ(aajod) ગામમા રહેતી સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીને વાંદરા(Monkeys)એ બચકા ભરતાં તેને ગંભીર ઈજા(Injury)ઓ પહોચી હતી. જેથી બાળકીને 60થી વધુ ટાકા આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, વડોદરા શહેર અને હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાંદરાઓનો ત્રાસ વધી રહ્યો છે.

વડોદરા શહેરના સીમાડે આવેલા દશરથ ગામથી માંડ એક કિલોમીટરના અંતરે આવેલા આજોડ ગામમાં સાડા ત્રણ વર્ષની પ્રાંશી પંડ્યા ઘર આંગણે ઓટલા પર રમી રહી હતી. આ દરમિયાન, લડતા લડતા બે કપિરાજ ત્યાં આવી પહોંચ્યા હતા. બે પૈકી એક વાંદરાએ પ્રાંશીને ઉઠાવી ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અન્ય બાળકોએ બુમાબુમ કરતાં વાંદરો બાળકીને બચકા ભરીને ફરાર થઇ ગયો હતો.

વાંદરાના હુમલાથી ગંભીર રીતે ઘાયલ પ્રાંશીને બાદમાં છાણીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાંશીને સારવાર દરમિયાન 60 થી વધુ ટાકા લેવા પડ્યા હતા. અહી ઉલ્લેખનીય છે કે, આજોડ ગામમાં કપિરાજોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે પંચાયત તરફથી ગ્રામજનો કપિરાજોના ત્રાસથી મુક્ત થાય એવી કાર્યવાહી કરવામાં આવે એ ઇચ્છનીય છે.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, કરજણ તાલુકના કંડારી ગામમાં બે મહિના પહેલા એક કપીરાજે આતંક મચાવ્યો હતો અને ગામના 3 યુવાનો પર કપીરાજ અચાનક હુમલો કરી બચકા ભરીએ ઇજાઓ પણ પહોંચાડી હતી. બાદમાં બે યુવકોને ટાંકા લેવા પાડ્યા હતા જ્યારે એક યુવકને સર્જરી કરવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.