સુરેશ રૈનાના સબંધીઓ પર હુમલો કરનારા ઝડપાયા- નામ જાણીને ચોંકી ઉઠશો

Published on: 8:44 pm, Wed, 16 September 20

પંજાબ પોલીસે બુધવારે જણાવ્યું છે કે, પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીઓ પર હુમલો કરવાના મામલે એક ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.  પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપી આંતરરાજ્ય લૂંટ ગેંગના સભ્યો છે. દરમિયાન રૈના પરિવારને મળવા પઠાણકોટ પહોંચ્યો છે. આ હુમલો 19-20 ઓગસ્ટની રાત્રે પઠાણકોટના થરાયલ ગામે થયો હતો.

ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ દિનકર ગુપ્તાએ અહીં જણાવ્યું હતું કે, 11 અન્ય આરોપીઓની ધરપકડ થવાની બાકી છે. રૈનાના કાકા અશોક કુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કુમારના પુત્ર કૌશલની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કુમારની પત્ની આશા રાણી હોસ્પિટલમાં છે અને તેમની હાલત નાજુક છે. આ હુમલામાં ઘાયલ થયેલા અન્ય બે લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

પૂર્વ ક્રિકેટરે આ હુમલોને ભયાનક ગણાવ્યો હતો અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહને ઘટના પર ધ્યાન આપવાની વિનંતી કરી હતી. પંજાબ પોલીસે તપાસ માટે ચાર સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. 15 સપ્ટેમ્બરે એસઆઈટીને જાણ મળી હતી કે, આ બનાવ બાદ સવારે ડિફેન્સ રોડ પર દેખાતા ત્રણ શંકાસ્પદ લોકો પઠાણકોટ રેલ્વે સ્ટેશન નજીક રહ્યા હતા. ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

તેણે જણાવ્યું હતું કે, તેની પાસેથી એક સોનાની વીંટી, સોનાની ચેન અને રૂપિયા 1530 રોકડ મળી આવ્યા છે. બે લાકડાના થાંભલા પણ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓની ઓળખ સાવન ઉર્ફે મેચિંગ, મુહોબ્બત અને શાહરૂખ ખાન તરીકે થઈ છે. બધા રાજસ્થાનના ઝુંઝુનુના રહેવાસી છે.

પોલીસે જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ અન્ય લોકો સાથે મળીને એક ગેંગ તરીકે સક્રિય હતા અને ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબના કેટલાક ભાગોમાં અનેક ગુનાહિત ગુનાઓ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en