બોપલમાં પાણીની જર્જરિત ટાંકી ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ જતાં ત્રણના મોત

શહેરમાં ભારે વરસાદ આવ્યાં જમીન પોચી પડવાના કારણે બાદ ભુવા, દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહીં છે. ત્યારે આજે બોપલમાં પાણી ટાંકી ધરાશાઇ થતા…

શહેરમાં ભારે વરસાદ આવ્યાં જમીન પોચી પડવાના કારણે બાદ ભુવા, દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહીં છે. ત્યારે આજે બોપલમાં પાણી ટાંકી ધરાશાઇ થતા ત્રણ લોકોના મોત નીપજ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે બોપલમાં સંસ્કૃતિ ફ્લેટની સામે આવેલી બોપલ નગરપાલિકાની 20 વર્ષ જુની જર્જરિત ટાંકી ધરાશાઇ થતા 2 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. હજુ કાટમાળ નીચે ઘણા લોકો દબાયા છે.

ટાંકીની બાજુમાં કેટરિંગનું યુનિટ કામ કરી રહ્યું હતું. મૃતકમાં તમામ લોકો કેટિંગમાં કામ કરતા લોકો હતા. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર હજુ 20 દિવસ પહેલા જ ટાંકીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલ બચાવ કામગીરી ચાલી રહીં છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ રહ્યાં છે.

રેસ્ક્યૂ ઓપરેશ દરમિયાન 4 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. ઘાયલોને હાલ સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. બચાવ કામગીરીમાં હાલ પોલીસ અને સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી રહીં છે. ઘટના સ્થળ પર કોર્પોરેશનની એમ્બ્યુલન્સ, 108 અને ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ પહોંચી ગયા છે.

અમદાવાદ ફાયર વિભાગ હાલ સમગ્ર ઓપરેશનની દેખરેખ રાખી રહ્યું છે. બચાવ કામગીરીમાં જેસીબની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના કલેક્ટર, બોપલ નગરપાલિકના અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્માર્ટ સિટિના દાવા કરતુ તંત્ર સામે હાલ જનતા બળાપો કાઢી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે શનિવાર (10 ઓગસ્ટ)ના રોજ સાઉથ બોપલ વિસ્તારમાં સુધી ફ્લેટમાં દીવાલ ધરાશાઇ થતાં 4 લોકાના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *