વડોદરા-હાલોલ હાઇવે પર પૂરપાટ ઝડપે જતી કારે અડફેટે લેતા 3 યુવાનના નીપજ્યા કરુણ મોત

વડોદરા શહેરના હાલોલ રોડ પર આસોજ ગામ નજીક મંગળવારનાં રોજ મોડી રાતે પૂરપાટ પસાર થતી કારની અડફેટે ત્રણ યુવકનાં મૃત્યુ થયા હતા. આ ઘટનાની જાણ…

વડોદરા શહેરના હાલોલ રોડ પર આસોજ ગામ નજીક મંગળવારનાં રોજ મોડી રાતે પૂરપાટ પસાર થતી કારની અડફેટે ત્રણ યુવકનાં મૃત્યુ થયા હતા. આ ઘટનાની જાણ થતાં દોડી આવેલા ગામ લોકો દ્વારા કાર ચાલકને પકડીને પોલીસનાં હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ બાબતે ગુનો નોંધીને વધારે તપાસ ચાલુ કરવામાં આવી છે. વડોદરા શહેરનાં હાલોલ રોડ પર આસોજ ગામ નજીક આવેલી નવીનગરીમાં રહેનાર સંજય શંભુભાઈ રાઠોડીયા 30 વર્ષીય રાયકર કંપની નજીક રોડ ક્રોસ કરતા હતા.

તેમાં પૂરપાટ પસાર થતા કારચાલક દ્વારા અડફેટે લેતા એનું બનાવ સ્થળ પર મૃત્યુ થયું હતું. આ સાથે કાર ચાલક દ્વારા UPનાં વતની તેમજ અત્યારે રાયકર કંપનીમાં રહેનાર રામકિશન રાધેશ્યામ કેવટ (ઉંમર વર્ષ-28) અને હીરાલાલ રામદાસ કેવટ (ઉમર વર્ષ-26)ને અડફેટમાં લઇ લેતા સંજય રાઠોડીયા તેમજણાવી હીરાલાલ કેવટનું બનાવ સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે રામકિશનને 108 એમ્બ્યુલન્સએ હોસ્પિટલ ખાતે લઇ ગયાં હતાં. જયાં થોડા જ સમયમાં મૃત્યુ થયું હતું.

આ ઘટના બનતા જ ત્યાંના સ્થાનિક લોકો અને આસોજ ગામનાં લોકો આવી ગયાં હતા. તેમજ કારચાલકને પકડીને પોલીસનાં હવાલે કરવામાં આવ્યો હતો. વાઘોડિયા પોલીસની તપાસમાં કાર ચાલક છોટાઉદેપુરનો રહેવાસી તેમજ સિમેન્ટનો વેપાર કરતા મિનેશ ગ્નાનનાથ હોવા અંગેનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા કોરોનાની ગાઈડ લાઈન અનુસાર કાર્યવાહી પૂરી કરીને એની ધરપકડ કરવામાં આવી હતી.

મંગળવારનાં રોજ મોડી રાતે બનેલ અકસ્માતબની આ ઘટનામાં 3 યુવકનાં મૃત્યુ થતા આસોજ નવીનગરી અને આસોજ પંથકમાં શોક ફેલાઈ ગયો ગયો. આ ઘટના વિશે નવીનગરીમાં રહેતા તેમજ અકસ્માતમાં મૃત્યુને ભેટેલા સંજય રાઠોડીયાનાં પિતરાઈ ભાઈ જીતેશભાઈ રાઠોડિયા દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા કારચાલક મિનેશ જ્ઞાનનાથની વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી ચાલુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *