છેલ્લા 24 કલાકમાં વધુ એક ‘હીટ એન્ડ રન’ – પાટણમાં અજાણ્યા ડમ્પરે બાઈકને અડફેટે લેતા એકસાથે ત્રણ પરિવારોના કુળદીપક બુજાયા

Hit and Run on Patan Shihori Highway: અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યના પાટણ (Patan)…

Hit and Run on Patan Shihori Highway: અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યના પાટણ (Patan) શહેર માંથી સામે આવી છે. પાટણ શહેરના શિહોરી હાઈવે પર (Patan Shihori Highway) ભુતિયાવાસણા પાસે રાત્રીના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ બાઈક સવાર ત્રણેય યુવકોને કોઈ અજાણ્યા ડમ્પરે પાછળથી ટક્કર મારી હતી અને અકસ્માત (Hit and Run) સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં બે યુવકોને ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, ત્યારે એક યુવકોને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે રસ્તામાં તેનું મોત થયું છે. જયારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઇ ત્યારે તેઓ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને  અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

સરસ્વતીના અઘાર ગામના જગતસંગ પ્રહેલાદસંગ સોલંકી, અદુજી બચુજી સોલંકી અને અર્જુનસિંહ સોલંકી ત્રણેય મિત્રો હતા, ત્રણેય મિત્રો પાટણ થી ઘરે મોડી રાત્રે પરત પાટણ શિહોરી હાઈવે પર જઈ રહ્યા હતા. તે સમયે ભુતિયા વાસાણા ગામ નજીક પુર ઝડપે પાછળ આવતા અજાણ્યા ડમ્પરે ત્રણેય મિત્રોની ગાડીને ટક્કર મારી હતી, ટક્કર લાગતા ત્રણેય યુવાનો ફંગોળાઈ ગયા હતા અને રસ્તા પર પટકાયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા બે મિત્રોનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું, ત્યારે અન્ય એક મિત્રની હાલત ગંભીર હોવાથી 108 સ્થળ પર આવી સારવાર અર્થે હૉસ્પિટલ પહોચા તે પહેલાજ રસ્તામાં મોત નીપજ્યું હતું.

સરસ્વતી પોલીસને ઘટનાની જાણ થતા તેઓ ઘટનાની ગંભીરતા સમજીને તરતજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે આવ્યા બાદ મૃતદેહોને પીએમ અર્થે ખસેડી મૃતકના મોટા ભાઈ મહેન્દ્રસિંહ રેવાજી સોલંકી દ્વારા અજાણ્યા ડમ્પર ચાલ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવાય હતી અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *