અમદાવાદના ઘાટલોડિયામાં પફ બનવાના કારખાનામાં ઓવનની સ્વિચ ચાલુ રહી જતાં ત્રણનાં મોત

Published on Trishul News at 3:44 PM, Tue, 14 September 2021

Last modified on September 14th, 2021 at 3:44 PM

અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદ(Ahmedabad) ઘાટલોડિયા(Ghatlodia) વિસ્તારમાં ખુબ જ દર્દનાક ઘટના બની છે. જેમાં શહેરના ગોપાલનગર(Gopalnagar) પાસે UKS નામના પફ બનાવવાના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત નિપજ્યા છે. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ(Police) અને ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં કારખાનામાં ત્રણેય યુવક મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, કારખાનામાં ગૂંગળામણના કારણે તેમના મોત નિપજ્યા છે. હાલ એફએસએલની ટીમને જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ જ સાચું કારણ જાણવા મળશે. મળતી માહિતી મુજબ, ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જતીન પટેલે જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા જ બેકરીની આઈટમ બનાવતું કારખાનું ચાલુ કરવામાં આવ્યું હતું.

વહેલી સવારે કારખાનાના માલિકે આવીને ખોલતાં ત્રણ મજૂરો મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. આ કારખાનામાં પફ બનાવવાનું ભારે મશીન આવેલું છે અને તેની સ્વીચ ચાલુ રહી જતા ગૂંગળામણના કારણે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હાલ પોલીસ, એફએસએલ અને ફાયરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે, કે.કે. નગર રોડ પર ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા.

રાતે પફ બનાવવાના ઓવનની સ્વિચ ચાલુ રહી ગઈ હતી. જેથી ગૂંગળામણને કારણે મોત નીપજ્યા હોવાની પોલીસની પ્રાથમિક જાણકારી મળી છે. ઘાટલોડિયા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન, કારખાનાની અંદર રહેલા હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામની ત્રણ વ્યક્તિનાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અમદાવાદના ઘાટલોડિયામાં પફ બનવાના કારખાનામાં ઓવનની સ્વિચ ચાલુ રહી જતાં ત્રણનાં મોત"

Leave a comment

Your email address will not be published.


*